આર્મીનાં જવાનનું કમળાથી નિધન, સન્માન સાથે અંતિમવિધી કરાઈ

0
5

દ્વારકા,તા.૧૯
દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા અને આર્મીમાં પંજાબ ખાતે ફરજ બજાવતા અમિત મયુરભાઇ ત્રિવેદી નામના યુવક છેલ્લા અઠાર વર્ષથી ભારતીય આર્મીમાં ફરજ બજાવી દેશની સેવા કરી રહ્યા હતા. ત્યારે ચાલું ફરજ પર હતા ત્યારે કમળાની ૨૦ દિવસની ટુંકી બિમારીના કારણે ચંડીગઢની મિલીટરી હોસ્પીટલ ખાતે દાખલ હતા ત્યાં તેઓએ હોસ્પીટલમાં અંતિમ શ્વાસ લિધા હતા.
ત્યારબાદ અમિતભાઇ ના મૃતદેહ ને શનિવારે તા. ૧૯ ના શનિવારના વહેલી સવારના મિલીટરી જવાનો દ્વારા દ્વારકા ખાતે તેમના નિવાસ સ્થાને લઇ આવ્યા હતા. ત્યારબાદ સવારના ૮ વાગ્યે સ્મશાનયાત્રામાં મિલીટરી ના જવાનો સહિતના તેમના પરીવાર જનોની સાથે બહોળી સંખ્યામાં લોકો જાડાયા હતા.
દ્વારકાના ગોમતી ઘાટ પાસે સંગમ નારાયણ મંદિરની બાજુમાં આવેલ હિન્દુ સ્મશાન ખાતે અમિતભાઈ ને અંતિમ વિદાય આપવામાં આવી તે પહેલાં જામનગરના ૩૧ બ્રિગેડ મિલીટરી દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી રાષ્ટ્રીય સન્માન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમના ૭ વર્ષ ના પુત્ર વિષ્ણુ દ્વારા અગ્નીસંસ્કાર કરાયો હતો. આર્મીમેન અમિતના મૃત્યુના સમાચાર મળતાજ દ્વારકાના અબોટી બ્રમસમાજ સહિતના લોકોમાં ધેરો શોક વ્યાપ્યો હતો. અમિતભાઈને આર્મીની નોકરીને નિવૃતીને છ માસ જેટલો સમય બાકી રહ્યો હતો. અમિતભાઈને સંતાનમાં એક ૭ વર્ષનો વિષ્ણુ નામનો પુત્ર છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY