છેતરપિંડી કેસમાં અભિનેત્રી સૂરવિન ચાવલાની મુશ્કેલી વધી

0
17

કોર્ટે અરજી ફગાવી
મુંબઈ,તા.૧૯
‘હેટ સ્ટોરી ૨’ની બોલ્ડ એક્ટ્રેસ સુરવીન ચાવલાએ કંઈક એવુ કર્યુ કે તેનાથી હવે તેની મુશ્કેલી વધી શકે છે. મે ૨૦૧૮માં પંજાબના હોશિયારપુરમાં સુરવીન વિરુદ્ધ કેસ નોંધાવવામાં આવ્યો છે. આ કેસમાં આગોતરા જામીન માટે અભિનેત્રીએ સેશન્સ જજ પ્રિયા સૂદની કોર્ટમાં અરજી કરી હતી. આ અરજી પર ૧૭ ઓગષ્ટે સુનાવણી થઈ હતી, જેને ફગાવી દીધી હતી. જેમાં સુરવીનને કોઈ રાહત મળી નથી. હવે આ કેસમાં આગામી સુનાવણી ૨૪ ઓગષ્ટે થશે.
થાના સીટી પોલીસે મનવિંદર સિંહ નિવાસી સેક્ટર-૧૮ બી ચંડીગઢ, સુરવીન ચાવલા નિવાસી ઓશીવારા વેસ્ટ મુંબઈ, અક્ષય ઠક્કર નિવાસી લોખંડવાલા કોમ્પલેક્સ મુંબઈ વિરુદ્ધ આઈપીસીની કલમ ૪૨૦ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
૪ મે ૨૦૧૮ના દિવસે હિંદી-પંજાબી ફિલ્મોની જાણીતી અદાકારા સૂરવીન ચાવલા તેના પતિ અક્ષય ઠક્કર અને ભાઈ મનવિંદર વિરુદ્ધ ૪૦ લાખની છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે. હોશિયારપુર નિવાસી સતપાલ ગુપ્તાએ તેમની પર આરોપ લગાવ્યો છે. પોતાની ફરિયાદમાં સતપાલ ગુપ્તાનું કહેવુ છે કે આ ત્રણેય લોકોએ લગભગ ૨ વર્ષ પહેલા રિલીઝ થયેલી ફિલ્મ ‘નિલ બટે સન્નાટા’ને લઈને ૪૦ લાખ રૂપિયા લગાવવાનું કહ્યું અને ૪૦ના બદલે ૫૦ લાખ રૂપિયા આપવાનુ વચન આપ્યું હતું. પરંતુ બાદમાં તેમણે પૈસા આપવાનો ઈનકાર કર્યો હતો.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY