મહેસાણા,તા.૨૪
મોઢેરાનું ઐતિહાસિક સૂર્યમંદિર એ એક ઐતિહાસિક વારસો ધરાવે છે તેમજ દરેક નાગરિક આ વારસાથી પરિચિત છે. તેને જાવા માટે આવતા પર્યટકો પાસેથી પુરાતત્વ વિભાગ દ્વારા પ્રવેશ ટિકિટ દર રૂ.૧૫થી વધારીને રૂ.૨૫ કરવામાં આવ્યો છે. જ્યારે અહીં વાહન પા‹કગ માટે પણ રૂ.૧૦થી ૩૦ સુધી ચાર્જ વસુલાય છે.
સૂર્યમંદિરની બેનમૂન શિલ્પકલા નિરખવા માટે દેશ-વિદેશમાંથી કિયાય્ કિયાય્ થી અહીં પર્યટકો આવતા હોય છે. અહીં સૂર્યમંદિર જાવા માટે આવતી ભારતીય પ્રવાસી પાસેથી પ્રવેશ ટિકિટ રૂ.૧૫થી વધારીને રૂ.૨૫ કરી દેવાયો છે. જે મધ્યમવર્ગી પ્રવાસીઓ માટે મોંઘી સાબિત થઇ શકે છે. તો વિદેશી પ્રવાસીઓને પ્રવેશ માટે રૂ.૨૦૦ હતાં જે હવે રૂ.૩૦૦ ચુકવવા પડશે.
તેમજ સૂર્યમંદિર સંકુલમાં પર્યટકો માટે પીવાનાં પાણી અને ટોઇલેટ સિવાય બીજી કોઇ ભૌતિક સુવિધા નથી. તેમજ અંદર બેસવું હોય તો બાંકડાની પણ વ્યવસ્થા નથી. જા કે તેમ છતાં ફીમાં વધારાથી પ્રવાસીઓમાં નારાજગી જાવાં મળી છે. વર્ષ ૧૯૯૬માં મંદિર નિદર્શનનો ચાર્જ રૂપિયા ૨ હતો જે વધતાં વધતાં ૧૫ રૂપિયા સુધી થયો હતો.
જા કે ગત ઓગસ્ટ માસથી આ દરમાં રૂપિયા ૧૦નો વધારો ઝીંકી દેતા હવે ૨૫ રૂપિયા કરવામાં આવતાં પ્રવાસીઓએ મુલાકાત ફીમાં ઘટાડો કરવા અંગે માંગ ઉચ્ચારી છે. એવો પ્રવાસીઓનો આરોપ છે.
મોઢેરા સૂર્યમંદિરે આવતા પ્રવાસીઓ દૂર દૂરથી આવતા હોય છે. જેમનાં માટે પીવાનાં પાણીની અને ટોઇલેટની સારી સગવડ હોવી પણ જરૂરી છે. પરંતુ, અહીં આવતા પ્રવાસીઓ પણ ફરિયાદ કરી રહ્યાં છે કે, અહીં પીવાનું પાણી અને ટોઇલેટ સુદ્ધાની સારી વ્યવસ્થા નથી. ત્યારે વિદેશી પ્રવાસીઓ માટે સારા ફૂડ કે ખાણીપીણીની વ્યવસ્થા પણ કાંઈ જ નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



