સૂર્યશક્તિ કિસાન યોજનાની જાહેરાત: ખેડૂતો પાસેથી સરકાર ખરીદશે સૌર ઊર્જા

0
241

ન્યુ દિલ્હી,તા.૨૩
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારે ખેડૂતોને સૌર ઊર્જાથી સિંચાઈ અને ખેતીવાડી તેમજ આર્થિક સમૃદ્ધિના નવા દ્વાર ખોલી આપતી મહત્વપૂર્ણ કિસાન હિતકારી યોજના સૂર્યશકિત કિસાન યોજના – SKYની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ આ યોજનાની જાહેરાત કરતા કહ્યુ કે, ગુજરાતના ખેડૂતો બાવડાના બળે અને પરિશ્રમની પરાકષ્ટા સર્જીને ધરતીમાંથી સોનુ ઉગાડવાની ક્ષમતા ધરાવે છે. રાજ્ય સરકારે ખેડૂતોને પુરતી વીજળી, પાણી, ખાતર અને આધુનિક કૃષિ જ્ઞાન આપીને કૃષિ વિકાસ દર ડબલ ડીઝીટે પહોંચાડ્યો છે.
હવે, સૂર્ય શક્તિનો ખેતી વપરાશ માટે ઊર્જા ઉત્પાદનમાં વિનિયોગ કરીને આ ધરતી પુત્રોને વધુ સિંચાઈ અને વધારાની વીજળીના વેચાણ દ્વારા આર્થિક સમૃદ્ધિ તરફ લઈ જવા આ નવતર યોજના શરૂ કરી છે.
ઊર્જા મંત્રીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની કિસાન હિતલક્ષી સંવેદનાની પરિપાટીએ રાજ્ય સરકારે જાહેર કરેલી SKY-સ્કાય યોજના વર્ષ ર૦રર સુધીમાં કિસાનોની આવક બમણી કરવાના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સંકલ્પમાં આ યોજના પૂરક બનવાની છે. ઊર્જા મંત્રીએ જણાવ્યું કે ગુજરાતમાં સૌરશકિત-સૂર્યશકિતનું મહત્તમ ઉત્પાદન વર્તમાન વડાપ્રધાન મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતના તેમના મુખ્યમંત્રી પદ દરમ્યાન થયુ છે.
આ સૌર ઊર્જાથી હવે રાજ્યના ધરતીપુત્રો ખેતી વિષયક વીજ ઉત્પાદન પોતાના જ ખેતરમાં જાતે જ કરીને તેનો ઉપયોગ સિંચાઇ માટે કરી શકે તેવો કિસાન હિતકારી આશય આ સ્કાય યોજનાનો છે તેમ ઊર્જા મંત્રીએ ઉમેર્યું હતું.
સૌરભભાઇ પટેલે આ સ્કાય યોજનાની વિશદ ભૂમિકા આપતાં જણાવ્યું કે, સ્કાય-સૂર્યશકિત કિસાન યોજના એ રાજ્યના ધરતીપુત્રો માટે વિકાસની ઊંચી ઊડાન બની રહેશે.
ખેડૂત અને રાજ્ય સરકાર બેય માટે વિન-વિન સિચ્યુએશન ઊભી કરનારી આ સ્કાય યોજનામાં ધરતીપુત્ર સોલાર પેનલ પોતાના ખેતરમાં લગાવીને જે સૌરઊર્જા ઉત્પન્ન કરશે તેની પોતાના કૃષિ વિષયક વપરાશની વીજળી બાદ વધેલી વીજળી રાજ્યની વીજ કંપનીઓને વેચાણથી આપશે અને તે માટે તેને વધારાની આવક પણ મળતી થશે.
ધરતી પુત્રો સ્કાય યોજનાનો લાભ લેવા માટે જે મૂડી રોકાણ કરશે તે રોકાણ તેને વધારાની વીજળીના વેચાણ દ્વારા ૮ થી ૧૮ માસમાં જ પરત મળી જશે તેમ પણ સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું.
સમગ્ર દેશમાં આ અભિનવ યોજના અમલમાં મૂકવાનું ગૌરવ ગુજરાતને મળશે તેમ જણાવતાં ઊર્જા મંત્રીએ કહ્યુ કે, આ સૌર ઊર્જાથી ખેડૂતના ખેતરમાં દિવસે પાણી મળતું થશે તેમજ ૧૨ કલાક વીજળી મળશે અને વધારાની વીજળી દ્વારા કમાણી પણ થશે. ઊર્જા મંત્રીએ સૂર્યશકિત કિસાન યોજના SKYની વિશેષતાઓ વર્ણવતાં જણાવ્યું કે, રાજ્યમાં હાલ ખેડૂતોને જે ફીડર પરથી વીજળી મળે છે તે વીજ ઉત્પાદન માટે બિનપરંપરાગત સ્ત્રોત કોલસો, ગેસ, વગેરેનો ઉપયોગ થાય છે. હવે સૌર ઊર્જાથી ખેડૂતને તેના ખેતરમાં જ સીધી આ સોલાર એનર્જી મળતી થતાં પ્રદૂષણમુકત સ્વચ્છ ઊર્જા તેને મળશે.
કૃષિ વીજ જાડાણ ધરાવતા ખેડૂતો માટે આ મહત્વપૂર્ણ યોજના બની રહેશે કેમ કે ખેડૂતના ખેતરમાં સૂર્યશકિતથી વીજ ઉત્પાદન મેળવવા સોલાર પેનલ આપવામાં આવશે તેની માલિકી ખેડૂતોની રહેશે એમ તેમણે ઉમેર્યું હતું.
રાજ્ય સરકારે આ સ્કાય યોજનાના પાયલોટ પ્રોજેકટ તરીકે રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓના ૧૩૭ ફીડરનો સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં અત્યારે પાયલોટ પ્રોજેકટમાં સમાવિષ્ટ જે ૧૩૭ ફીડર દ્વારા ૧ર૪૦૦ ખેડૂતો વીજ પૂરવઠો મેળવે છે અને ૧ લાખ ૪ર હજાર હોર્સ પાવર વીજ ભાર વપરાય છે. આ સમગ્ર પાયલોટ પ્રોજેકટ અંદાજે રૂ. ૮૭૦ કરોડના ખર્ચે કાર્યાÂન્વત થશે. તેમાં આ સૂર્યશકિત કિસાન યોજનાથી જે સૌર ઊર્જા ઉત્પન્ન થશે તે રાજ્યના ઊર્જા ક્ષેત્રે એક વિશેષ પહેલ બનશે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

(જી.એન.એસ)

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY