સુશાંત અને શ્રદ્ધા એક સાથે નવી ફિલ્મમાં રહેશે : રિપોર્ટ

0
93

મુંબઇ,તા. ૩
છેલ્લા કેટલાક સમયથી અભિનેત્રી શ્રદ્ધા કપુર ફિલ્મોમાં નજરે પડી રહી નથી. ફિલ્મોમાંથી ગાયબ છે. તે છેલ્લે અપૂર્વ લાખિયાની ફિલ્મ હસીના પારકરમાં નજરે પડી હતી. હવે દંગલ ફેઇમ નીતેશ તિવારી તેને પોતાની આગામી ફિલ્મમાં લેવા માટે નિર્ણય કરી ચુક્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ફિલ્મમાં શ્રદ્ધા કપુર મુખ્ય રોલ અદા કરનાર છે. સુશાંત સિંહ રાજપુત પણ કામ કરી રહ્યો છે. ફિલ્મના નિર્માતા તરીકે કોણ રહેશે તેને લઇને ચાલી રહેલી ચર્ચાનો અંત આવી ગયો છે. ફિલ્મના નિર્માતા તરીકે સાજિદ નડિયાદવાળા રહેનાર છે. જો કે ફિલ્મને લઇને હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ચર્ચા એવી પણ છે કે જેક્લીનને પણ ફિલ્મ માટે લેવાની વાત હતી. જો કે વાત આગળ વધી શકી ન હતી. સંજય પુરન સિંહ ચૌહાણની નવી ફિલ્મ ચંદા મામા દુર કે ફિલ્મમા પણ સુશાંત કામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપુત એક અંતરિક્ષ યાત્રીની ભૂમિકા અદા કરી રહ્યો છે. જો કે આ ફિલ્મને હાલમાં રોકી દેવામાં આવી છે. સુશાંત પણ યુવા પેઢીમાં એક લોકપ્રિય સ્ટાર અને આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી રહ્યો છે. તેની ફિલ્મોની પણ ચાહકો નોંધ લઇ રહ્યા છે. અલબત્ત તે ફિલ્મોને એકલા હાથે હિટ કરવાની સ્થિતીમાં નથી પરંતુ આ કલાકારો મલ્ટી સ્ટારર ફિલ્મમાં સફળ સાબિત થઇ રહ્યા છે. શ્રદ્ધા કપુર શાહિદ કપુરની સાથે એક ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મનુ શુટિંગ હવે પૂર્ણાહુતિના આરે પહોંચી ગયુ છે. શ્રદ્ધા કપુરે આંશિકી-૨ ફિલ્મ મારફતે ભારે લોકપ્રિયતા જગાવી હતી. જેમાં આદિત્ય સાથે તેના રોલની તમામ ચાહકોએ પ્રશંસા કરી હતી. આ ફિલ્મના ગીતો સુપરહિટ સાબિત થયા હતા. સુશાંત અને શ્રદ્ધાની જોડી ચાહકોને ગમી જાય તેવી શક્યતા છે. શ્રદ્ધા કપુર નવી ફિલ્મને લઇને ભારે આશાવાદી છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY