સુષ્મા સ્વરાજે કહ્યું જ્યારે સરહદ પર મોતનો માતમ હોય ત્યારે પાકિસ્તાન સાથે મંત્રણા અસંભવ છે

0
302

 

 

ન્યુ દિલ્હી,તા.૨૯

પાકિસ્તાન જ્યાં સુધી આતંકવાદ બંધ નહિ કરે ત્યાં સુધી તેની સાથે કોઇ સર્વગ્રાહી વાટાઘાટો ન થઇ શકે. લોકો સરહદ પર મરી રહ્યા છે ત્યારે વાટાઘાટો યોગ્ય નથી તેમ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે સોમવારે કહ્યું હતું. નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારને ચાર વર્ષ પૂર્ણ થયા પ્રસંગે યોજાયેલા એક પત્રકાર પરિષદમાં સુષ્માએ જણાવ્યું હતું કે ‘અમે પાકિસ્તાન સાથે વાટાઘાટો માટે કાયમ તૈયાર છીએ. પરંતુ તે માટે શરત એટલી જ છે કે આતંક અને વાટાઘાટો એકસાથે ન ચાલી શકે. જ્યાં સુધી પાકિસ્તાન આતંક બંધ ન કરે ત્યાં સુધી સર્વગ્રાહી વાટાઘાટો શક્ય નથી.’

લોકસભાની ચૂંટણી બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વાટાઘાટો થશે કે કેમ તેવા સવાલનો જવાબ તેઓ આપી રહ્યા હતા. જાકે તેમણે કબૂલ્યું હતું કે ભારત અને પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો આતંકવાદ અંગે ચર્ચા માટે મળ્યા હતા. સુષ્મા સ્વરાજે ગિલગિટ-બાલીસ્તાનના વહીવટી અંકુશને લગતાં ‘ગિલગિટ બાલીસ્તાનના ઓર્ડર ૨૦૧૮’ મુદે પણ પાકિસ્તાનની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે પાકિસ્તાન કાયમ ઇતિહાસને વિકૃત કરે છે. તે અમને ઇતિહાસ અને ભૂગોળ ભણાવવાનો પ્રયાસ કરે છે. આ એક જ એવો દેશ છે કે જે કાયદામાં માનતો નથી અને હું તો તેને એક જ જવાબ આપીશ કે ‘જુઓ કોણ બોલી રહ્યું છે.’

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની કેબિનેટ ૨૧ મેના રોજ ગિલગિટ-બાલીસ્તાનના ઓર્ડર ૨૦૧૮ને મંજૂરી આપી હતી. તેના આ આદેશને વિવાદિત પ્રાંતને તેના પાંચમા પ્રાંત તરીકે સમાવી લેવાના પાકિસ્તાનના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY