ફેબઈન્ડીયા વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરાયો ૫૨૫ કરોડનો કેસ

0
12

મુંબઈ,તા.૧૫
ખાદી અને ગ્રામોદ્યોગ આયોગે ખાદીના કપડાં વેચનારી બ્રાન્ડ ફૈબ ઈન્ડીયા વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં ૫૨૫ કરોડનો કેસ દાખલ કરાયો છે. આયોગે ફૈબ ઈÂન્ડયા પર ફેક્ટરીમાં બનતા સૂતરાઉ કપડાંને ખાદીના નામ પર વેચવાનો અને તેને પગલે ૫૨૫ કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવતો મામલે કેસ દાખલ કર્યો છે. ખાદી આયોગ તરફથી કેસ લડનારી કાયદાકિય કંપની કોચર એન્ડ કંપનીએ ફૈબ ઈન્ડીયાને કહ્યુકે તે ‘ખાદી’ ટ્રેડમાર્ક દ્વારા વેચાયેલા કપડાં અંગે નુકસાનની ભરપાઈ કરે.
જા કે આ મામલે ફૈબ ઈન્ડીયા દ્વારા ચુપકિદી સેવવામાં આવી રહી છે. ફૈબ ઈન્ડીયાના પ્રવક્તાએ કહ્યુ કે આ સંબંધમાં હજી અમને કોઈ જાણકારી મળી નથી. આ સંબંધમાં એ વિશે પહેલાંથી જ કોઈ ટિપ્પણી કરવી યોગ્ય ગણાશે નહિં.
ઉલ્લેખનિય છે કે આ પહેલાં ફૈબ ઈન્ડીયાએ કહ્યુ હતું કે તે ૨૦૧૫થી જ ખાદી ગ્રામોદ્યોગના સંપર્કમાં છે અને મામલાની પતાવટ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.
દેશમાં ખાદીના પ્રોત્સાહનનું કામ જાનારી સંસ્થા ખાદી અને ગ્રામોદ્યોગનું કહેવું છે કે તેણે ફૈબ ઈન્ડીયાને આ અધિકાર નથી આપ્યા કે તે ખાદીની બ્રાન્ડના નામે અન્ય કપડાં વેચે. ફૈબ ઈન્ડીયા સાથે આ મામલે વાતચીત ચાલી રહી હતી. પણ ફૈબ ઈન્ડીયા દ્વારા નિયત પ્રક્રિયાનું પાલન ન કરાંતા તે રદ્દ થઈ ગઈ છે.
જા કે ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ દ્વારા રેમન્ડ અને અરવિંદ મિલ્સને ખાદી ટ્રેડમાર્કનો ઉપયોગ કરવાનો અધિકાર આપી દીધો છે. આયોગના ચેરમેન વિનયકુમાર સક્સેનાએ કÌšં કે અમે નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરીશું. તેમણે કÌšં કે ગ્રામીણ કારીગરોના હિતોના ઉલ્લંઘન કરતા, જા કોઈ ટ્રેડમાર્કના નિયમોનું ઉલ્લંઘન કરે છે તો તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY