સુવા ગામના સ્થાનિકો દ્રારા ઓપેલ કંપની સામે આક્રોશ વ્યક્ત કરી જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવ્યું

0
32

વાગરા;
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ વિસ્તારમાં આવેલ અંભેટા અને સુવા ગામના લેન્ડલૂઝર્સઓ એ ઓપેલ કંપનીમાં જમીન ગુમાવી હોવા છતાં પણ નોકરી નહીં મળતા ગતરોજ ગાંધીચીંધ્યા માર્ગે કંપની સામે એક દિવસીય ધરણા પર ઉતરી આજ રોજ પુનઃ એક વખત જિલ્લા સમાંહર્તાને આવેદનપત્ર પાઠવી અલ્ટીમેટમ આપ્યું છે કે દિન દસમાં વહીવટી તંત્ર કોઈ કાર્યવાહી નહીં કરે તો ગ્રામજનો દ્રારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

વાગરા તાલુકાના દહેજ વિસ્તાર ઉદ્યોગોથી ધમધમતો થયો છે. પરંતુ આજે પણ ઉદ્યોગો આવવાથી સ્થાનિકોને કોઈજ ફાયદો થયો નથી જમીન વિહોણા બનેલા ખેડૂતો આંદોલન અને ધરણાં જેવા કાર્યક્રમો આપવાના વારા આવ્યાં છે.જેમને કાયમી નોકરી અપાવવાની જવાબદારી જમીન સંપાદન કરનાર જી.આઈ. ડી.સી.ની છે પરંતુ જી.આઈ.ડી. સી.ના અધિકારીઓને ધરતી પુત્રોને નોકરી અપાવવામાં કોઈજ રસ નથી એવુ ફલિત થઇ રહ્યુ છે.
વારંવાર જી.આઈ.ડી.સીને લેખિત માં પણ જાણ કરવા છતાં પણ આજ દિન સુધી કોઈ પણ કાર્યવાહી નહીં કરવામાં આવતા લેન્ડ લૂઝર્સ મુશ્કેલીઓમાં મુકાયા છે.

જેને આધારે ગતરોજ સુવા ગામના સ્થાનિકોએ ગાંધીચીંધ્યા માર્ગે ઓપેલ કંપનીના ગેટ સામે સવારે ૧૦ થી ૫ સુધી એક દિવસીય ધરણાનો કાર્યક્રમ યોજ્યા હતાં. ત્યાર બાદ આજ રોજ ગ્રામ આગેવાનો અને ગ્રામજનો રોજગાર મેળવવા ઇચ્છુક યુવાનો સહિત મહિલાઓ સાથે ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી હાય રે જી.આઈ.ડી.સી હાય રે સરકાર ના સુત્રોચ્ચાર કર્યા હતા અને કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરી હતી કે ઓપેલ કંપની દ્રારા સર્વે નંબર દીઠ લેન્ડ લુઝર્સને લાયકાત પ્રમાણે નોકરી આપવી અનેં બીજા યુનિટમાં બદલી કરવી નહીં.લેન્ડ લુઝર્સની ફાઈલ સમીત કર્યા પછી વધુમાં વધુ ત્રણ મહિનામાં નોકરી આપવી પડશે.ગોલ્સ નું સર્ટી પણ કંપનીમાં માન્ય રાખવાનું રહશે. ત્યાર બાદ આ માંગણીઓ દિન ૧૦ માં નહીં સ્વીકારાય તો ગામનાં તમામ લેન્ડ લુઝર્સ ઓપેલ કંપની સામે ઉગ્ર આંદોલન કરશે અને તે દરમ્યાન કોઈ પણ અનિચ્છીય બનાવ બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી જી.આઈ.ડી.સી અને વહીવટી તંત્રની રહશે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY