હવે રેલવે સ્ટેશન પર સસ્તા સૅનિટરી નેપ્કિન અને કોન્ડોમ વેંચી શકાશે

0
27

રેલવે બોર્ડની નવી ટોઈલેટ પોલીસી
મુંબઈ,તા.૨૭
રેલવે બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલી નવી ટાઈલેટ પાલીસી અનુસાર હવે રેલવે સ્ટેશનની અંદર અને બહાર સેનેટરી નૅપક્ધસ અને કોન્ડોમ વેંચી શકાશે. આ સુવિધાનો લાભ માત્ર પ્રવાસીઓ જ નહીં પણ એ વિસ્તારમાં રહેતાં નાગરિકો પણ લઈ શકશે. રેલવે સ્ટેશનની આસપાસની ઝૂંપડપટ્ટી કે સ્ટેશન પર રહેતાં લોકો દ્વારા ખુલ્લામાં શૌચક્રિયા કરવામાં આવે છે, જેને કારણે સ્ટેશન પરિસરમાં ગંદગી ફેલાય છે અને પ્રવાસીઓની સાથે સાથે સ્થાનિક નાગરિકોના આરોગ્ય સામે પણ જાખમ ઊભું થાય છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે રેલવે બોર્ડ દ્વારા નવી ટોઈલેટ પાલિસી તૈયાર કરવામાં આવી છે, જેમાં મહિલા અને પુરુષો માટે અલગ અલગ શૌચાલય તૈયાર કરવામાં આવશે અને આ શૌચાલયની બહાર સસ્તા સૅનિટરી નૅપ્ક્ધસ અને કાન્ડોમનું વેચાણ કરી શકાશે.
બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ પાલિસી હેઠળ દરેક સ્ટેશન પર સ્ટેશનની બહાર અને અંદર આવી સુવિધા આપવી પડશે, જેથી પ્રવાસીઓની સાથે સાથે આસપાસના વિસ્તારમાં રહેતાં નાગરિકો પણ આ સુવિધાનો લાભ ઉઠાવી શકે. આ ઉપરાંત મહિલા, પુરુષ અને દિવ્યાંગો માટે ઈન્ડિયન અને વેસ્ટર્ન પદ્ધતિના શૌચાલયો તૈયાર કરવામાં આવશે.
૮,૫૦૦ સ્ટેશન પર આ સુવિધા આપવા માટે કાર્પોરેટ કલ્ચરલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) હેઠળ ભંડોળ ફાળવવામાં આવશે અને તેનું મેઈન્ટેનન્સ જાહેરખબરના મહેસૂલથી કરવામાં આવશે. ઉપરાંત સાફસફાઈ માટે ત્રણ જણની નિમણૂક કરવામાં આવશે, જેમાં એક પુરુષ (પુરુષ અને દિવ્યાંગ ટોઈલેટ માટે) અને એક મહિલા (મહિલા ટોઈલેટ માટે) તેમ જ એક સુપરવાઈઝરનો સમાવેશ કરવામાં આવશે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY