એશિયાની બહાર બે સદી ફટકારનાર પહેલો ભારતીય વિકેટકિપર

0
9

ઋષભ પંતે રચ્યો ઈતિહાસ, ધોનીનો ૧૨ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
સિડની,તા.૪
ઋષભ પંતે એશિયાની બહાર બે વાર સદી ફટકારનાર ભારતના પહેલાં વિકેટકિપર છે. તેના પહેલાં વિજય માંજરેકરે ૧૯૫૯માં વેસ્ટઇન્ડિઝ સામે ૧૧૮, ૨૦૦૨માં અજય રાત્રાએ વેસ્ટઇન્ડિઝ સામે ૧૧૫, ૨૦૧૬માં ઋષિમાન સાહાએ વેસ્ટઇન્ડિઝ સામે ૧૦૪ રન બનાવ્યા હતા.
ઋષભ પંત ભારતની બહાર કોઈ એક ઈનીંગ્સમાં સર્વોચ્ચ સ્કોર બનાવનાર ભારતીય વિકેટકીપર છે. તેણે મહેન્દ્ર સિંહ ધોનીનો ૧૨ વર્ષ જૂનો રેકોર્ડ તોડી ઈતિહાસ રચ્યો છે.
ધોનીએ ૨૦૦૬માં પાકિસ્તાનમાં ફૈસલાબાદ ટેસ્ટ દરમિયાન ૧૪૮ રન બનાવ્યા હતા. ત્યારે ભારતનો બહાર સૌથી વધુ રનબનાવવાનો ભારતીય વિકેટકીપર બેટ્‌સમેન બન્યો હતો. આ ધોનીની પહેલી ટેસ્ટ સેન્ચ્યુરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY