હરદોઇ,તા.૨૬
ઉતર પ્રદેશ રાજ્યના વડા યોગી આદિત્યનાથ આજે યુપીના હરદોઈ જિલ્લામાં પહોંચ્યા. મુખ્યમંત્રીએ આ જિલ્લાને અહીં મેડિકલ કાલેજ ઉપરાંત ઘણાં પ્રોજેક્ટ્સ ખુલ્લા મુકવામાં આવ્યા છે.
પાકિસ્તાની કબજા હેઠળના કાશ્મીરમાં ભારતીય સૈનિકો દ્વારા કરવામાં આવેલી સર્જીકલ સ્ટ્રાઈક ૨ વિશે વાત કરતા જણાવ્યું હતું કે એવી જય બોલાવો કે કાશ્મીરના સૈનિકોને સંભળાશે. સાથે એવું પણ કહ્યું કે અશક્્યને શકીય બનાવનારનું નામ છે મોદી. આપણા ૪૧ સૈનિકો શહીદ થયા હતા તો આપણે ૪૦૦ થી વધુ આંતકવાદીઓની હત્યા કરીને એમને જવાબ આપ્યો છે.
મુખ્યમંત્રીશ્રી અને ધારાસભ્યોએ અભિનંદન આપતાં કહ્યું કે મેડિકલ કોલેજ ખુબ કઠણાઈ પછી મળી છે. ગમે ત્યાં મેડિકલ કોલેજ બનાવી એ એક મહાન વાત છે. દર વર્ષે ૧૦૦થી વધુ એમબીબીએસ અહીંથી નીકળશે. આ હરદોઇ જિલ્લાને નવી ઓળખ આપશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




