દેશની ૧૦૦થી વધુ વાવનું ટેકનોલોજીથી સર્જાયું પ્રથમવાર જૂનાગઢમાં જીવંત પ્રદર્શન

0
13

જુનાગઢ,તા.૭
જૂનાગઢના સરદાર બાગમાં જૂનાગઢ મ્યુઝિયમના ઓપેરા હાઉસમાં ટેકનોલોજીના સહારે એવાં દ્રશ્યો સર્જાયાં હતાં જેમાં પશ્ચિમ ભારતની સૌથી ભવ્ય અને ૧૦૦ થી વધુ કલાત્મક વાવ અને જલમંદિરોને તસ્વીરના માધ્યમથી નિહાળવાનો લહાવો જૂનાગઢવાસીઓને મળ્યો છે. આજે સવારે સરદાર બાગ ઓપેરા હાઉસ ખાતે કલેકટર શ્રી સૌરભ પારધી અને અન્ય મહાનુભાવોએ આ પ્રદર્શનને ખુલ્લુ મૂક્યુ હતું.
આપણું જૂનાગઢનાં સંયોગથી પશ્વિમ ભારતની વાવો તથા જળાશયો ગુજરાત અને રાજસ્થાનના એક અનન્ય સ્થાપત્ય સ્વરૂપ પ્રતિ દર્શકોનું ધ્યાન આકર્ષિત કરે તેવી તસ્વીરોનું ગોઠવાયેલ પ્રદર્શનમાં મુખ્યત્વે પાટણની રાણકીવાવ, અડાલજની હુડા દેવીની વાવ, તે ઉપરાંત ગુજરાતમાં આવેલી સમૃધ્ધ કોતરકામ કરેલ તેમજ ખૂબ જ સુંદર શિલ્પ ધરાવતી પાણીની વાવ, જળાશયો, વાવો, તળાવો, અને પાણીનાં કુંડ સહિતનાં જલમંદીરો આપણો સૈનો અમુલ્ય વારસા સ્વરૂપે જાવા મળે છે.
વિશેષમાં આ પ્રદર્શનમાં તસવીર પ્રદર્શન ઉપરાંત એક રૂમમાં થ્રીડી થી પણ આધુનિક ટેકનોલોજી દ્વારા લોકોને વર્ચ્યુઅલ રિયાલિટી દ્વારા લોકોને વોક થ્રુ કરાવી ને પાટણની રાણકીવાવના દર્શન કરાવવામાં આવે છે, ખાસ પ્રકારનાચશ્મા પહેરીને આ વાવને નિહાળવામાં આવે છે ત્યારે વ્યક્તિ જાણે કે આકાશમાં ઉડીને રાણકીવાવને નિહાળતા હોય તેવો અહેસાસ થાય છે અને આધુનિક ટેકનોલોજી થી થતો આભાસ આબેહૂબ જેવો લાગે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY