ઇરાનની ઇસ્લામિક ક્રાંતિના ૪૦ વર્ષ, લોકોએ રસ્તા પર ‘ડેથ ટુ અમેરિકા’ના નારા લગાવ્યા

0
8

તહેરાન,તા.૧૧
ઇરાનમાં હજારો નાગરિકોએ આજે સોમવારે રાષ્ટÙવ્યાપી રેલીનું આયોજન કર્યુ હતું. ઇરાનમાં શાહના પતનના અને અયાતોલ્લાહ રોહુલ્લા ખોમેઇનીના વિજયના ૪૦ વર્ષ પૂર્ણ થયા હતા. અયાતોલ્લાહે આજના દિવસે જ ઇસ્લામિક ક્રાંતિની શરૂઆત કરી હતી. ૧૧ ફેબ્રુઆરી, ૧૯૭૯ ઇરાનની આર્મીએ પોતાની તટસ્થતાની જાહેરાત કરી હતી. ક્રાંતિ દરમિયાન ઇરાનના નાગરિકોએ યુએસ-સમર્થિત રાજાને નકાર્યા હતા.
સ્ટેટ ટીવીમાં લોકોનાં ટોળાં ઇરાનના ધ્વજ સાથે ‘ડેથ ટુ ઇઝરાયલ, ડેથ ટુ અમેરિકા’ની નારેબાજી કરી હતી. આ ક્રાંતિના સમયની ટ્રેડમાર્ક નારા છે. એક બેનરમાં ‘અમેરિકાની નિરાશા વચ્ચે ઇરાનની ક્રાંતિએ ૪૦ વર્ષ પૂર્ણ કર્યા. પ્રેસિડન્ટ હસન રોહાનીએ કહ્યું કે, ઇરાનના રક્ષણાત્મક કાર્યને અંકુશમાં લેવા માટે પ્રતિકૂળ દેશોના દબાણ છતાં ઇરાન તેના મિલિટરી પાવર અને બેલાસ્ટિક મિસાઇલ પ્રોગ્રામને વધારવા માટે પ્રતિબદ્ધ છે.
પ્રેસિડન્ટ રોહાનીએ તેહરાન્સ આઝાદી સ્ક્વેર પરથી ભાષણ દરમિયાન કહ્યું કે, અમે ક્યારેય કોઇ દેશની મંજૂરી નથી માંગી કે અલગ પ્રકારની મિસાઇલના ડેવલપમેન્ટ માટે સલાહ નથી માંગી. અમે આગળ પણ અમારાં મિલિટરી પાવરને વધારવાના પ્રયત્નો કરીશું. ઇરાનમાં ભાવવધારા, ખોરાકની તંગી અને ફૂગાવાના કારણે મોટાંપાયે સ્ટેટ-સ્પોન્સર્ડ વિરોધ પ્રદર્શન થયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY