યૂએસ સાથે પરમાણુ સમજૂતીમાં મહત્વની ભૂમિકા ભજવનારા ઈરાની મંત્રીનું રાજીનામું

0
21

તહેરાન,તા.૨૬
ઈરાનના વિદેશ મંત્રી જવાદ ઝરીફે પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું છે. ઝરીફે રાજીનામા અંગેની જાહેરાત ઇન્સ્ટાગ્રામ પર કરી હતી. ઝરીફે પોતાના કાર્યકાળ દરમિયાન થયેલી ભૂલો અંગે માફી પણ માગી છે.
નોંધનીય છે કે વર્ષ ૨૦૧૫માં ઈરાન અને અમેરિકા વચ્ચે થયેલી પરમાણુ સમજૂતી અંગે ઝરીફે મહત્વની ભૂમિકા ભજવી હતી.જોકે, બાદમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ સમજૂતીને રદબાતલ કરી નાખી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY