લોંસ એંજલ્સ,તા.૧૮
ભગવાન ક્યાંય નથી, કોઈએ દુનિયા બનાવી નથી અને કોઈ આપણી કિસ્મત લખતુ નથી…આ શબ્દો છે જાણીતા ખગોળ વૈજ્ઞાનિક સ્ટિફન હોકિંગના. તેમનુ ગત માર્ચ મહિનામાં અવસાન થયુ હતુ. એ પહેલા તેમણે લખેલા છેલ્લા પુસ્તકમાં તેમણે આ શબ્દોનો ઉપયોગ કર્યો છે.
સ્ટિફન હોકિંગનુ આ પુસ્તક જાન મૂરા નામના પ્રકાશકે પ્રસિધ્ધ કરી છે. જેનુ નામ …ઈઝ ધેર એ ગોડ….છે..હોકિંગે તેમાં એલિયન ઈન્ટેલિજન્સ, સ્પેસ કોલોનાઈઝેશન અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, એક કરતા વધારે બ્રહ્માંડ જેવા વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.
હોકિંગે પોતાના છેલ્લા પુસ્તકમાં લખ્યુ છે કે મારી ભવિષ્યવાણી છે કે આ સદી પુરી થતા સુધીમાં આપણે ભગવાનના દિમાગને સમજવા માંડીશું. તેમના કહેવા પ્રમાણે બ્રહ્માંડ ક્્યારેય ખતમ નહી થનાર મફતનુ ભોજન છે અને જા બ્રહ્માંડમાં કશુ નવુ ના જાડાતુ હોય તો તેને બનાવવા માટે ભગવાનની જરુર નથી, પાણે જે ઈચ્છીએ છે તે માનવા માટે મુક્ત છે અને મારુ માનવુ છે કે ઈશ્વર નથી, કોઈએ બ્રહ્માંડનુ સર્જન કર્યુ નથી અને કોઈ આપણી કિસ્મત ચલાવતુ નથી.મને એ વાતનો પુરે પુરો અહેસાસ છે કે ના તો કોઈ સ્વર્ગ છે અને ના તો મૃત્ય બાદ ફરી જીવન છે.મર્યા પછી બીજુ જીવન હોય છે તેવુ વિચારવુ સારુ લાગે છે પણ તેના માટે કોઈ આધારભૂત પ્રમાણ નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





