ચંડીગઢ,તા.૧૮
હરિયાણામાં ઝાજ્જરની ગ્રાહક અદાલતમાં એક મોબાઈલ કંપનીએ પોતાના હેંડસેટને વોટર પ્રૂફ ગણાવ્યો હતો. જાકે, કંપનીનો દાવો ત્યારે ખોટો સાબિત થઈ ગયો જ્યારે જજે પાણી ભરેલા એક વાસણમાં મોબાઈલ ડૂબાવીને ચેક કર્યો.
અસલમાં, સાહિબ જસવાલ નામના વ્યકિત એ ૨ મે ૨૦૧૭ના દિવસે ઝાજ્જરની એક દુકાનથી ૫૬ હજાર ૯૦૦ રૂપિયાનો મોબાઈલ ખરીદ્યો. ગ્રાહકની ફરિયાદ હતી કે, કંપની ખોટો પ્રચાર કરી રહી છે કે તેમનો મોબાઈલ વોટર પ્રૂફ છે.
કંપનીએ ગ્રાહકની ફરિયાદને નજર અંદાજ કરી દેતા ગ્રાહક સુરક્ષા અદાલતમાં કંપની વિરૂદ્ધ કેસ દાખલ કરી દીધો હતો. આ મામલામાં ચર્ચા દરમિયાન ગ્રાહક સુરક્ષા અદાલતના જજે મોબાઈલને પાણીમાં નાંખવાનો આદેશ આપ્યો. કોર્ટમાં પાણીથી ભરાયેલ એક વાસણ મંગાવવામાં આવ્યો અને મોબાઈલ તેમા નાંખવામા આવતા તે ખરાબ થઈ ગયો.
તે પછી જજે મોબાઈલ મોબાઈલ કંપનીને આદેશ આપ્યો કે, તેઓ ગ્રાહકને મોબાઈલ બધી જ રીતે વ્યવસ્થિત કરીને આપે અથવા તેની જગ્યાએ નવો સેટ આપી દે અથવા તેની કિંમત ૫૬ હજાર ૯૦૦ રૂપિયા પરત આપવામા આવે.
તે ઉપરાંત જજે તે પણ આદેશ આપ્યો કે, ખર્ચના રૂપમાં કંપનીએ સાડા સાત હજાર રૂપિયા પણ પીડિતાને આપવા પડશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




