જાપાનમાં ૫.૩ની તીવ્રતાના ભૂકંપના આંચકા : કોઈ જાનહાનિ નહિ

0
36

ટાક્યો,તા.૮
જાપાનમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. જાપાનના હોંશૂમાં ૫.૩ની તીવ્રતાનો ભૂકંપ રિક્ટર સ્કેલ પર નોંધાયો છે. હોંશૂમાં ભૂકંપના આંચકા આવતા લોકોમાં અફરા તફરીનો માહોલ સર્જાયો.
જા કે, સ્થાનિકોને ભૂકંપની જાણ થતા તેઓ પોતપોતાના ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા અને સુરક્ષિત જગ્યાએ ખસી ગયા હતા. હાલ આ ભૂકંપમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
જાપાનના હવામાન વિભાગ દ્વારા સ્થાનિક સમય અનુસાર સવારે ૧૦ વાગે અને ૪૫ મિનીટ પર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લોકોમાં ભયનો માહોલ સર્જાતાં મકાનની બહાર દોડી આવ્યાં હતા.
ભૂકંપનું કેન્દ્ર બિંદુ ૩૭.૦ ડિગ્રી ઉત્તરી અક્ષાંશ અને ૧૪૧.૪ ડિગ્રી પૂર્વી દેશાંતર પર જમનની અંદર ૪૦ કિમી નીચે જાવા મળ્યું હતું. જા કે આ ભૂકંપને લઇને કોઇ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી તેમજ કોઇ મોટું નુકસાન થયું હોય તેવી પણ સૂચના પ્રાપ્ત થઇ નથી. જ્યારે ભૂકંપ બાદ સુનામીની ચેતવણી પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY