સંસદે મંજૂરી આપતા એસબીઆઈમાં પાંચ અન્ય બેંકોનો વિલય થશે

0
8

ન્યુ દિલ્હી,તા.૧૯
એસબીઆઈમાં પાંચ અન્ય બેંકોના વિલયને રાજ્યસભામાં મંજૂરી મળી ચુકી છે. આ મર્જરની સાથે જ હવે એસબીઆઈ મિલ્કતોના હિસાબથી દુનિયાની ટોચની પચાસ બેંકોમાં સામેલ થઈ ચુકી છે. એસબીઆઈનો કુલ કસ્ટમર બેસ ૩૭ કરોડનો થઈ ચુક્યો છે. મહત્વપૂર્ણ છે કે રાજ્યસભામાં બિલને મંજૂરી મળ્યા બાદ હવે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયામાં સ્ટેટ બેંક ઓફ બિકાનેર, સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર, સ્ટેટ બેંક ઓફ પટિયાલા, સ્ટેટ બેંક ઓફ મૈસૂર અને સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદનો સંપૂર્ણપણે વિલય કરવામાં આવશે.
સરકારનો તર્ક છે કે આ વિલયથી આ બેંકોની પડતરમાં કોઈ ઘટાડો નહીં થાય અને સંસાધનોનો ઉપયોગ યુક્તિસંગત બનાવી શકાશે. દેશભરમાં એસબીઆઈના ૨૪ હજારથી વધુ બ્રાંચ નેટવર્ક છે. એસબીઆઈના એટીએમની સંખ્યા ૬૦ હજારની આસપાસ છે. એસબીઆઈમાં પાંચ બેંકોના મર્જર સંબંધિત ખરડાને ગુરુવારે રાજ્યસભામાં નાણાં રાજ્ય પ્રધાન શિવપ્રતાપ શુક્લએ રજૂ કર્યું હતું. તેના પર લાંબી ચર્ચા કરવામાં આવી હતી.
જા કે મર્જર પહેલા આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે આનાથી છટણી થશે. પરંતુ નાણાં રાજ્ય પ્રધાન દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે વિલય બાદ કોઈપણ કર્મચારીની છટણી કરવામાં આવી નથી. નાણાં રાજ્ય પ્રધાનના જવાબ બાદ ગૃહમાં બિલને ધ્વનિમતથી પસાર કરવામાં આવ્યું હતું. લોકસભામાં આ ખરડો પહેલા જ મંજૂર થઈ ચુક્યો છે. હવે આ બિલમાં વિલયને પૂર્વ પ્રભાવથી મંજૂર કરવામાં આવ્યો છે.
બિલ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના જયરામ રમેશ સહીત કેટલાક સાંસદો દ્વારા એસબીઆઈના ખાનગીકરણની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY