સાકિબ સલીમ દબંગ-૩માં વિલન તરીકેને રોલમાં રહેશે

0
49

મુંબઇ,તા. ૨૫
અભિનેતા સાકિબ સલીમ હાલમાં ભારે ખુશ છે. કારણ કે તેની રજૂ કરવામાં આવેલી મલ્ટીસ્ટારર ફિલ્મ રેસ-૩ બોક્સ ઓફિસ પર ધુમ મચાવી રહી છે. આ ફિલ્મની સફળતા બાદ તેની બોલબાલા વધી રહી છે. ફિલ્મને જારદાર સફળતા મળ્યા બાદ સાકિબ સલિમ પાસે નવી નવી ફિલ્મની ઓફર આવી રહી છે. જાણકાર લોકોના કહેવા મુજબ રેસ-૩ ફિલ્મમાં સાકિબને લેવાની તૈયારી ચાલી રહી છે. સાકિબના રોલથી સલમાન ખાન ભારે ખુશ છે. તે દબંગ-૩ ફિલ્મમાં તેને સામેલ કરવાનો નિર્ણય કરી ચુક્યો છે. એમ માનવામાં આવી રહ્યુ છે કે તે સલમાન ખાનની આ ફિલ્મમાં વિલેનના રોલમાં નજરે પડનાર છે. જો કે દબંગ-૩ ફિલ્મના નિર્માતા તરફથી કોઇ વાત કરવામાં આવી નથી. અરબાજ ખાને કહ્યુ છે કે હાલમાં ફિલ્મ પર કામ ચાલી રહ્યુ છે. ફિલ્મ નિર્માતા દ્વારા ટુંક સમયમાં જ અન્ય કલાકારોના નામની જાહેરાત કરી શકે છે. હાલમાં એવા હેવાલ આવ્યા હતા કે સલમાન ખાન દબંગ-૩ ફિલ્મની સાથે સાથે ભારત ફિલ્મનુ શુટિંગ કરનાર છે. બંને ફિલ્મનુ શુટિંગ સાથે કરવામાં આવનાર છે. દબંગ-૩ ફિલ્મના નિર્દેશક પ્રભુદેવા રહેનાર છે. ફિલ્મનુ શુટિંગ આ વર્ષે સપ્ટેમ્બરમાં શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. દબંગ સિરિઝની શરૂઆતની બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. બંને ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે સોનાક્ષી સિંહા રહી હતી. હવે દબંગ-૩ ફિલ્મમાં પણ તે રોલ કરનાર છે.
સુપરસ્ટાર અભિનેતા સલમાનની રેસ-૩ ફિલ્મમાં સાકિબ અને ડેઝી શાહે યાદગાર ભૂમિકા અદા કરી હતી. બંનેના રોલની પ્રશંસા થઇ રહી છે. ફિલ્મ વિશ્વભરમાં ૩૦૦ કરોડથી વધુની કમાણી કરી ચુકી છે. સાકિબને અન્ય કેટલીક સારી ફિલ્મો પણ હવે હાથ લાગી રહી છે. દબંગ-૩ ફિલ્મમાં અન્ય કલાકારો કોણ રહેશે તે અંગે હવે જાહેરાત કરવામાં આવી શકે છે. સની લિયોનને આઇટમ સોંગ માટે લેવામાં આવી શકે છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY