તમાકુ નિયંત્રણ સ્કોર્ડ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ/રેડ પાડવા બાબતની વિગત

0
67

સવિનય સાથે જણાવવાનું કે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત માન.ક્લેકટરની અધ્યક્ષતામાં ભાવનગર જીલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિન અધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમન માટે તમાકુ નિયંત્રણ સ્કોર્ડની રચના કરવામાં આવેલી છે.

તમાકુ વિરોધી કાયદો “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ” (COTPA-૨૦૦૩)નું સઘન અમલીકરણ થાય તે હેતુથી જીલ્લા કક્ષાએ તમાકુ નિયંત્રણ સ્કોર્ડ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ/રેડ ની કામગીરી આરોગ્ય વિભાગના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ. એફ. પટેલ સાહેબના માર્ગદર્શન નીચે તમાકુ નિયંત્રણ સ્કોર્ડ દ્વારા આજરોજ તા. ૧૯/૦૬/૨૦૧૮ ના રોજ સવારે ૧૦.૩૦ કલાકથી ભાવનગર મેડીકલ કોલેજ, સર ટી. હોસ્પિટલ, વિઘાનગર રોડ,તથા  દેવુબાગ સર્કલ વિસ્તારમા ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જેમાં શૈક્ષણિક સંસ્થાની આસપાસ તમાકુ કે તમાકુની બનાવટ વહેચતા નાંના-મોટા વેપારીઓ, પાન-ગલ્લા પાર્લર વગેરે જગ્યાએ આકસ્મિક ચેકિંગ હાથ ધરી ૨૦  જેટલી દુકાન ધારકો પાસેથી રૂ. ૧૦૧૦૦ /- નો દંડ વસુલ કરવામાં આવેલ. જેમાં વેપારીઓ દ્વારા “તમાકુથી કેન્સર થાય છે” અને “૧૮ વર્ષથી નાની ઉંમરની વ્યક્તિ  તમાકુ નું વેચાણ/ ખરીદી એ દંડનીય ગુનો છે” અને “સિગારેટ તથા બીડીના છુટક વેચાણ પ્રતિબંધિત છે.” એવું લખાણ સાથે નિર્દિષ્ટ આરોગ્ય –વિષયક ચેતવણી વિના સિગારેટ અને તમાકુની અન્ય બનાવટોનું વેચાણ કરવા પર પ્રતિબંધ બીડી, સિગારેટ માં ૮૫% ભાગમાં ‘‘તમાકુ જીવલેણ છે’’ ‘‘તમાકુના સેવનથી મોઢાનું કેન્સર થાય છે.’’ તેવું સચિત્ર ચેતવણી જેવી બાબતો સાથે પાકા બીલ વગરની પરદેશી બનાવટની ઈમ્પોટેડ સિગારેટનું બિન અધિકૃત રીતે વેચાણ એ બાબતો આવરી  લેવામાં આવી હતી.

ઉપરોક્ત કામગીરી ડીસ્ટ્રીક્ટ ટોબેકો કન્ટ્રોલ સેલ દ્રારા કરવામાં આવેલ જેમા મેડીકલ કોલેજના ડીન ડો. હેમલ મહેતા, ડીસ્ટ્રીક્ટ ટોબેકો કન્ટ્રોલ સેલ- એપેડેમીક મેડીકલ ઓફિસર ડો.પી.એ.પઠાણ, પી.એસ.એમ. ડીપાર્ટમેન્ટના ડો. નરેન્દ્ર પાલીવાલ, પોલીસ વિભાગના અર્બન વિભાગની એસ.ઓ..જી.ના અધિકારીઓ તથા  ડીસ્ટ્રીક્ટ ટોબેકો કન્ટ્રોલ સેલ- આરોગ્ય વિભાગના કર્મચારીઓએ  દ્રારા આ કામગીરી કરવામાં આવેલી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY