ટંકારીયા ખાતે નિ:શુલ્ક સર્વ રોગ નિદાન શિબિર યોજાઇ

0
271

પાલેજ :-* જિલ્લા પંચાયત હોમિયોપેથીક હોસ્પિટલ પરિએજ તેમજ ટંકારીયા ગ્રામપંચાયતના સહયોગથી ભરૂચ તાલુકાના ટંકારીયા ગામમાં મંગળવારના રોજ નિ:શુલ્ક સર્વ રોગ નિદાન શિબિર યોજાઇ હતી. જેમાં ટંકારીયા સહિત અાસપાસના ગામોના લોકોએ સર્વ રોગ નિદાન શિબિરનો લાભ લીધો હતો. પ્રાપ્ત  માહિતી અનુસાર અંદાજિત 73 જેટલા લાભાર્થીઓએ સર્વ રોગ નિદાન શિબિરનો લાભ લીધો હતો. 

અાયોજિત સર્વ રોગ નિદાન શિબિરમાં જિલ્લા હોમિયોપેથીક હોસ્પિટલ પરિએજના મેડિકલ ઓફિસર રૂપલબેન તલાટી તથા અન્ય તબીબોએ તબીબી સેવાઓ અાપી હતી. સર્વ રોગ નિદાન શિબિરમાં ટંકારીયા ગામના પૂર્વ સરપંચ ઇકબાલભાઇ કબીર, ચૂંટાયેલા સરપંચ અારીફ પટેલ, તાલુકા પંચાયત સદસ્ય અબ્દુલ્લાહ ટેલર સહિત ગામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર ઉવૈસ લાંગીયા.પાલેજ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY