લોકતંત્ર બચાવો સત્યાગ્રહ સમિતિની દાંડી યાત્રાનું જંબુસરમાં ભવ્ય સ્વાગત

0
363

જંબુસર:

ઇવીએમ હટાવો બેલેટ પેપર લાવો ની ઝુંબેશ સાથે બાર માર્ચના રોજ ગાંધી આશ્રમથી શરૂ થયેલી દાંડી યાત્રા આજરોજ બપોરે જંબુસર ખાતે આવી પહોંચતા જંબુસર કોંગ્રેસ આગેવાનો કાર્યકરોએ ભવ્ય સ્વાગત કર્યું હતું લોકતંત્ર ઉપર થોપી દીધેલા ઇવીએમ મશીનો હટાવી બેલેટ પેપરથી ચૂંટણી કરાવવા લડતના ભાગરૂપે દાંડી યાત્રાનું આયોજન લોકતંત્ર બચાવો સત્યાગ્રહ સમિતિ દ્વારા દાંડી યાત્રા તારીખ બાર માર્ચના રોજ ગાંધી આશ્રમ સાબરમતીની નીકળી ગાંધી માર્ગે દાંડી જઈ રહી છે જે આજરોજ જંબુસર ડાબા ચોકડી ખાતે આવી પહોંચતાં જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રભુદાસ મકવાણાની અધ્યક્ષતામાં ફુલહાર સુતરની આંટી થી કોંગી આગેવાન કાર્યકરોએ ભવ્ય સ્વાગત કર્યું હતું સ્વાગત પ્રસંગે યુથ કોંગ્રેસ પ્રમુખ કીર્તિ રાજ દરબાર તાલુકા પંચાયત સભ્ય મુન્દ્રા યાદવ માજી નગરપાલિકા પ્રમુખ ગુલામભાઇ રહેમાનભાઇ શેખ આ સહિત કોંગી કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY