તનુશ્રી વિવાદ : રાષ્ટ્રીય મહિલા પંચ ઝૂક્યું, નાના-વિવેક સામે થર્ડ પાર્ટી કેસ દાખલ

0
13

મુંબઈ,તા.૫
અભિનેત્રી તનુશ્રી દત્તાને સિનિયર અભિનેતા નાના પાટેકર અને ફિલ્મ સર્જક વિવેક અગ્નિહોત્રિએ કાયદેસરની નોટિસ મોકલ્યાની જાણ થતાં રાષ્ટ્રીય મહિલા પંચે આ વિવાદમાં ઝુકાવ્યું હતું અને એક ધારાશાસ્ત્રી ગૌરવ ગુલાટીએ થર્ડ પાર્ટી કેસ માંડીને નાના અને વિવેક સામે કામ ચલાવવાની માગણી કરી હતી.
ગુલાટીએ રાષ્ટ્રીય મહિલા પંચને મોકલેલા પત્રમાં અભિનેત્રી તનુશ્રી દત્તા સાથે કરાયેલા કહેવાતા ગેરવર્તન અંગે તપાસ કરીને જવાબદારોને સજા થાય એવાં પગલાં લેવાની વિનંતી કરવામાં આવી હતી.
આ અરજીમાં એેમ પણ જણાવાયું હતું કે બેમાંનો એક જવાબદાર (નાના પાટેકર) રાજકીય રીતે સક્રિય હોવાથી મહારાષ્ટ્રમાં આ કિસ્સાની તટસ્થ તપાસ થવાની શક્્યતા ઓછી છે એટલે દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચને આ કેસ સોંપવામાં આવે એવી જાગવાઇ કરો.
અત્રે એ યાદ રહે કે રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કેટલાક કહેવાતા કાર્યકરોએ તનુશ્રીની કાર પર હુમલો કર્યો હતો અને તનુશ્રીના મુંબઇમાંના ઘર પર હલ્લો બોલાવ્યો હતો. એ સંદર્ભમાં ગૌરવે આ દલીલ કરી હતી.
ગૌરવે એવી પણ માગણી કરી હતી કે ફિલ્મ હોર્ન ઓકે પ્લીઝના સેટ પર આ બનાવ બન્યો હતો એટલે ઇન્ડિયન પીનલ કાડની કામકાજના સ્થળે જાતીય કનડગતની કલમ આ કિસ્સામાં દાખલ કરવી જાઇએ.
રાષ્ટ્રીય મહિલા પંચના અધ્યક્ષ રેખા શર્માએ આ સમાચારને સમર્થન આપતાં કહ્યું કે પોતાની તરફેણમાં તપાસ આગળ વધે એટલા ખાતર હવે તનુશ્રીએ આ ફરિયાદને સપોર્ટ કરવી જાઇએ. નહીંતર એનો કશો અર્થ નહીં રહે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY