દેશભરમાં ઓનલાઇન ફાર્મસીના વિરોધમાં કેમીસ્ટ એસોશિએશન દ્વારા હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. જેને અનુલક્ષીને તાપી કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોશિએશન, વ્યારા જિ. તાપી પણ હડતાલમાં જોડાશે.
આ હડતાલ દરમિયાન આમ જનતાને ઇમર્જન્સીમાં તાત્કાલિક દવાઓ મળી રહે એ માટે તાપી કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોશિએશન, વ્યારા જિ. તાપી દ્વારા જિલ્લામાં અમૂક દવાની દુકાનો ચાલુ રાખવામાં આવનાર છે.
મદદનીશ કમિશ્નર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, વ્યારા. જિ. તાપી તરફથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આજે તા. ૨૮/૦૯/૨૦૧૮ના રોજ કેમીસ્ટ એસોશિએશન દ્વારા બંધ પાળવામાં આવનાર છે. આ બંધ દરમિયાન જાહેર જનતાને તકલીફ ન પડે એ માટે આશાશ્રી મેડીકલ સ્ટોર, સેન્ટ્રલ હોસ્પિટલ નવાગામ-સોનગઢ તા. સોનગઢ જિ. તાપી, સોનગઢ કેમીસ્ટ, સાર્થક હોસ્પિટલ, તા. સોનગઢ જિ. તાપી, પાર્થ મેડીકલ સ્ટોર, ડૉલવણ, તા. ડૉલવણ, જિ. તાપી, મા ઉમિયા મેડીકલ સ્ટોર, બુહારી, તા. વાલોડ જિ. તાપી, અમરસેવા મેડીકલ સ્ટોર, મેઇન બજાર, વાલોડ તા. વાલોડ જિ. તાપી, હરીઓમ મેડીકલ સ્ટોર, દુકાન નં.૧, અપના બજાર, વ્યારા જિ. તાપી, એકતા મેડીકલ સ્ટોર, રીધમ હોસ્પિટલ, વ્યારા જિ. તાપી, મોદી મેડીકલ, મોદી હોસ્પિટલ, કે.એ.પી.એસ બાયપાસ રોડ, વ્યારા જિ. તાપી, ભુલાભાઇ જે પટેલ મેડીકલ સ્ટોર, જનક સ્મારક હોસ્પિટલ, વ્યારા જિ. તાપી, સાગર મેડીકલ એન્ડ જનરલ સ્ટોર, કુકરમુન્ડા જિ. તાપી, ઇશ્વર મેડીકલ એન્ડ જનરલ સ્ટોર, સરદાર પટેલ શોપીંગ સેન્ટર, નિઝર જિ. તાપી, શ્રીરામ મેડીકલ સ્ટોર, શ્રી જામલી વિભાગ જંગલ કામદાર સહકારી મંડળી શોપીંગ સેન્ટર, ઉચ્છલ જિ. તાપી, દિનદયાલ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોર, પારસ પેલેસ, કાનપુરા-વ્યારા જિ. તાપી અને દિનદયાલ પ્રાઇમ મીનીસ્ટર જન ઔષધિ સ્ટોર, ડિસ્ટ્રીકટ હોસ્પિટલ, વ્યારા જિ. તાપી આ દવાની દુકાનો જાહેર જનતાના હિતાર્થે ચાલુ રાખવામાં આવનાર છે એમ મદદનીશ કમિશ્નર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, વ્યારા જિ. તાપી તરફથી જણાવાયું છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



