શ્રમ અને રોજગાર વિભાગ, રોજગાર અને તાલીમ સંચનાલય ગાંધીનગર હેઠળની ઔદ્યોગિક તાલીમ સંસ્થા વાલીયા/ઝઘડીયા ધ્વારા સંયુક્તપણે આયોજીત એપે્રેન્ટીસ ભરતી મેળો આજરોજ વાલીયા આઇ.ટી.આઇ. ખાતે સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી રવિકુમાર અરોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ક્ષિપ્રા આગ્રે, નોડલ આચાર્યશ્રી બી.ડી.રાવળ, આઇ.ટી.આઇ. વાલીયાના આચાર્યશ્રી બી.સી.ખંડવી, ઝઘડીયાના આચાર્યશ્રી જે.એ.મહેતા, જિલ્લા રોજગાર અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
વાલીયા ખાતે યોજાયેલ એપ્રેન્ટીસ ભરતી મેળામાં ઝઘડીયા – વાલીયા તાલુકાના ૨૮ ઔદ્યોગિક એકમોમાં ૨૫૩ એપ્રેન્ટીસની વેકન્સી સામે ૨૦૫ એપ્રેન્ટીસની પ્રાથમિક પસંદગી થયેલહતી. સદર ભરતી મેળામાં કુલ ૫૨૧ લાભાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવી ભાગ લીધો હતો. ઝઘડીયા – વાલીયા જી.આઇ.ડી.સી. માંથી ભરતી મેળામાં ભાગલેનાર વિવિધ ઔદ્યોગિક એકમોને ઉદાર દિલથી મહત્તમ ૧૦ ટકાની મર્યાદામાં એપ્રેન્ટીસની ભરતી કરી તાત્કાલિક ધોરણે ઓનલાઇન કોન્ટ્રાક્ટ કરવા સુચનાઓ આપી. મુખ્યમંત્રીશ્રી એપ્રેન્ટીસ યોજનામાં રોજગારી આપવામાં સ્થાનિક ઉમેદવારોની પસંદગી કરવા ઉપસ્થિત મહાનુભાવોએ ઔદ્યોગિક એકમોને અપીલ કરી હતી.
આ ભરતી મેળામાં આગેવાન – પદાધિકારી, અધિકારીશ્રીઓ તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





