તાપી,તા.૧૭
ગુજરાતની જનતા સત્તાધીશ સરકારના કાર્યોથી ખુશ નથી. રાજ્યમાં લોકો શિક્ષણ પાણી અને ટ્રાફિક સહિત ખેડૂતોના અનેક પ્રશ્નોથી સરકારથી નારાજ જાવા મળી રહ્યાં છે. ત્યારે આગામી લોકસભા ચૂંટણીમાં લોકો સરકાર સામે બાંયો ચડાવી રહ્યાં છે.
રાજ્યમાં નાના ગામડાઓમાં લોકો પ્રાથમિક સુવિધાઓ માંગી રહ્યાં છે જા તે નહીં મળે તો મતદાન નહીં કરીને ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકીઓ ઉચ્ચારી રહ્યાં છે. ત્યારે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના અને ઉકાઈ ડેમ ના વિસ્થાપીત ગામો પૈકી પૈકી જૂના આમલપાડા, બુધવાડા અને જૂની કુઇલીવેલના લોકોએ ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે.
ત્રણેય ગામના લોકો ભેગા થઇ રોડ નહીં તો વોટ નહીંના સુત્રોચ્ચાર કર્યા હતા. એકઠા થયેલા લોકોનો આરોપ છે કે આઝાદી બાદથી ગામમાં રસ્તા, પાણી, વીજળી, શિક્ષણ, આરોગ્ય જેવી પાયાની તેમજ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારનાં બેનરો લગાડી નેતાઓ અને સરકાર પ્રત્યે ગ્રામજનોમાં ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




