તાપી,તા.૯
તાપીના વ્યારાનાં સાતશીલા ગામમાં સગા પુત્રએ પિતાની કરપીણ હત્યા કરી નાંખતા સમગ્ર ગામમાં અરેરાટી ફેલાઇ ગઇ છે. જોકે, આ હત્યા પાછળનું કારણ હજૂ પણ જાણી શકાયુ નથી. રાત્રી દરમિયાન આરોપી પુત્રનાં પિતા નપરિયાભાઈ ગામીત સુતા હતા તે સમયે કળિયુગી પુત્રએ માથામાં કુહાડીના ઘા મારીને તેમની હત્યા કરી નાંખી હતી. ત્રણથી ચાર જીવલેણ ઘાને લીધે નપરિયાભાઈ ગામીતનું સારવાર મળે તે પહેલાં મોત નિપજ્યુ હતું.
આ મામલામાં વ્યારા પોલીસે અજાણ્યા હત્યારા વિરુદ્ધ ગુનો નોંઘી હત્યારાની શોધખોળ શરૂ કરી હતી. જાકે, વ્યારા પોલીસે ગણતરીના કલાકમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. અને કળિયુગી પુત્રે જ પિતાને મોતને ઘાટ ઉતર્યાનું ખુલાસો થયો હતો. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી ધાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



