રાજપીપળા નજીકના વાવડી ગામે એક ટાટા મેજીક અને મારુતિ વાનમાં મંગળવારે લગભગ રાત્રે 8 વાગ્યાની આસપાસ અચાનક ભયાનક આગ લાગી હતી.જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.જોકે સ્થાનિક ગ્રામજનોએ મહામુસીબતે પાણી અને રેતીથી આગ પર કાબુ મેળવ્યો હતો.આ ઘટનાને પગલે ત્યાં ગ્રામજનોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.
રાજપીપળા નજીકના વાવડી ગામે મંગળવારે લગભગ રાત્રીના 8 વાગ્યાની આસપાસ ગેસ કીટ વાળી એક ટાટા મેજીક અને મારુતિ વાનમાં અચાનક આગ લાગી હતી.જોત જોતામાં આ આગે વિકરાળ સ્વારૂપ ધારણ કરી લીધું હતું.ભળ ભળ સળગી રહેલી આ બન્ને ગાડીઓની બિલકુલ જ બાજુમાં બીજી પણ એક ગાડી ઉભેલી હતી જોકે એક ગ્રામજન પોતાના જીવની પરવાહ કર્યા વિના એક બુલેટની ચાવીથી લોક ખોલી સમયસૂચકતા વાપરી ત્યાંથી ગાડીને સુરક્ષિત જગ્યાએ લઈ ગયો હતો.સાથે સાથે નજીકના એક મકાનમાં પણ આગ લાગતા લાગતા બચી હતી.દરમિયાન એક ગ્રામજને રાજપીપળા ફાયરફાયટરનો સંપર્ક કર્યો હતો પરંતુ બમ્બો આવતા પહેલા ગ્રામજનોએ મહામુસીબતે પાણી અને રેતીના છંટકાવથી આગ પર કાબુ મેળવ્યો હતો.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"