મુંબઈ,તા.૧૪
સાયરસ મિસ્ત્રીની ટાટા સન્સ સામેની અરજી ચાલુ સપ્તાહના પ્રારંભમાં કાઢી નાખનારી નેશનલ કંપની લા ટ્રિબ્યુનલે જણાવ્યું હતું કે ભૂતપૂર્વ અધ્યક્ષ (મિસ્ત્રી) દ્વારા રતન ટાટા, ટાટા સન્સ અને તેઓની કંપનીઓના જૂથ પર કરાયેલા બધા આક્ષેપ અયોગ્ય છે.
ટ્રિબ્યુનલે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે મિસ્ત્રીએ ટાટા સન્સના અધ્યક્ષ અને ટાટા સન્સના બાર્ડમાંના ડિરેક્ટર તરીકે આ જૂથ પર ‘નિરંકુશ નિયંત્રણ’ મેળવવા પ્રયાસ કર્યો હતો. મુંબઈમાં નેશનલ કંપની લા ટ્રિબ્યુનલની ખાસ બૅન્ચે આપેલા ૩૬૮ પાનાંના ચુકાદાને ગુરુવારે જાહેર કરાયો હતો. તેમાં તેણે ટાટા પરિવાર અને તેઓના વ્યાપાર-ઉદ્યોગમાંના યોગદાનના ઇતિહાસની પ્રશંસા કરી હતી. બૅન્ચે ટાટા પરિવાર અને તેના વ્યાપારના ઇતિહાસને લગતી વિવિધ માહિતી ‘બ્રિટાનિકા’ અને ‘વિકિપીડિયા’માંથી મેળવી હોવાનું કબૂલ કરીને જણાવ્યું હતું કે ટાટા જૂથના આટલા સારા ઇતિહાસને જાતા આ જૂથ માત્ર વ્યક્તિગત લાભાર્થે વ્યાપારને લગતા નિર્ણયમાં દ્વેષભાવ રાખે એવું માનવું અશક્ય છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




