ભારત બહાર બિન નિવાસી કંપનીઓને અપાતા રૂપિયે બ્રાન્ડ પર મળતા વ્યાજને ટેક્ષમાંથી મુક્તિ

0
10

મોદી સરકારનો મોટો નિર્ણય
ન્યુ દિલ્હી,તા.૧૮
મોદી સરકારે દેશમાં ડોલરનો પ્રવાહ વધારવા માટે એક મોટું પગલુ ઉઠાવ્યું છે. સરકારે કોઈ કંપની અથવા ટ્રસ્ટ તરફથી ભારત બહાર કોઈ પણ બિન નિવાસી અથવા વિદેશી કંપનીઓને અપાતા રૂપિયે બ્રાન્ડ પર મળતા વ્યાજને ટેક્ષમાંથી મુક્ત કરવાની જાહેરાત કરી છે.
નાણાં મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૮થી લઈને ૩૧ માર્ચ ૨૦૧૯ની વચ્ચે ભારત બહાર રૂપિયામાં જારી કરાતા બોન્ડ પર મળતુ વ્યાજ કર મુક્ત હશે. સરકારના આ પગલાનો હેતુ દેશની અંદર ડોલરના પ્રવાહને પ્રોત્સાહન આપવાનો છે.
નાણાં મંત્રાલય તરફથી જાહેર કરેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ વ્યાજની આવક તેવા રૂપિયા બોન્ડ પર છૂટના દાયરામાં અપાશે, જેને ભારત બહારથી સપ્ટેમ્બર ૨૦૧૭, ૨૦૧૮થી ૩૧ માર્ચ ૨૦૧૯ સુધી જાહેર કરાશે. આઈટી કાયદા મુજબ, ૧ જુલાઈ ૨૦૨૦થી પહેલા ભારત બહાર જારી રૂપિયા બોન્ડ પર એક વિદેશી કંપની સહિત કોઈ પણ ભારતીય કંપની અથવા બિન-નિવાસીને એક વ્યાપાર ટ્રસ્ટ તરફથી ચૂકવવા પાત્ર વ્યાજ, ટેક્ષના ૫ ટકાના રિયાયતી દર માટે પાત્ર છે.
ગયા અઠવાડિયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અર્થવ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી અને તેના પરિણામ સ્વરૂપે, સરકારે ચાલુ ખાતાની ખોટ (એએડી) રાખવા અને વિદેશી મુદ્રા પ્રવાહમાં વૃદ્ધિ કરવા માટે એક બહુપક્ષીય રણનીતિની જાહેરાત કરી હતી. મંત્રાલયે કહ્યું કે આ પૃષ્ઠભૂમિમાં, વિદેશી મુદ્રા પ્રવાહમાં વૃદ્ધિ માટે વિદેશી રૂપી ડોમિનેટેડ બાન્ડને વધુ પ્રોત્સાહિત કરવામાં આવે છે. એટલે વિદેશી મુદ્રા પ્રવાહમાં વધારો થઈ શકે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY