ગરીબી રેખા કાર્ડ ધરાવતા અરજદારોને આરટીઆઇની અરજી તથા નકલ ફીમાંથી મુક્તિ

0
42

અમદાવાદ,તા.૬
માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ની જાગવાઈઓનો લાભ ગરીબ વ્યકિત ઓ પણ મળી શકે તે માટે રાજ્ય સરકારે ગરીબી રેખા કાર્ડ ધરાવનારા અરજદારોને આરટીઆઇ ની અરજી ફી તથા નકલ ફી માફી સંપૂર્ણ મુક્તિ આપી છે.
અગાઉ બીપીએલ કાર્ડ ધારકોને આ મુક્તિ નો લાભ મળતો હતો પરંતુ બીપીએલ કાર્ડ અને ગરીબી રેખા કાર્ડ વચ્ચેની ભેદરેખા થી વહીવટી ક્ષેત્રે ભારે અસમંજસતા પ્રવર્તતી હોવાથી રાજ્ય સરકારે છેવટે માત્ર બીપીએલ કાર્ડધારકો નહી પરંતુ ગરીબીરેખા કાર્ડધારકોને જ આરટીઆઇ અરજી ફી તથા નકલ ફી માંથી મુક્તિ આપવાની મહત્વની જાહેરાત કરી છે.
રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના સંયુક્ત સચિવ કે એસ પ્રજાપતિની સહીથી બહાર પડેલા એક પરિપત્ર દ્વારા સચિવાલયના તમામ વિભાગો, ખાતાના વડાઓ તેમજ કચેરીઓના વડાઓને આ સૂચનાનો તાત્કાલિક અમલ કરવા ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે.
માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ હેઠળ ફી મુક્તિનો લાભ મેળવવા ઈચ્છતા અરજદારોએ અરજી સાથે ગરીબી રેખા કાર્ડની પ્રમાણિત નકલ અથવા સક્ષમ અધિકારી દ્વારા કાઢી આપવામાં આવેલા પ્રમાણપત્રની નકલ અથવા ખરી નકલ રજૂ કરવાની રહેશે તેમ પણ જણાવવામાં આવ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY