વિરાટ કોહલી નંબર-૧ બેટ્સમેન, જેમ્સ એન્ડરસન નંબર-૧ બોલર
દુબઈ,તા.૧૨
ભારત આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં ટોચના સ્થાને યથાવત છે પરંતુ ઇંગ્લેન્ડ પાંચ મેચની શ્રેણીમાં ૪-૧ની જીત સાથે ચોથા સ્થાને પહોચી ગયુ છે.વિરાટ કોહલીની આગેવાની ધરાવતી ભારતીય ટીમે શ્રેણીની શરૂઆત ૧૨૫ અંક સાથે કરી હતી પરંતુ સિરીઝ ગુમાવ્યા બાદ તેના ૧૧૫ અંક થઇ ગયા છે.
ઇંગ્લેન્ડ શ્રેણીની શરૂઆતમાં ૯૭ અંક સાથે પાંચમા સ્થાને હતી પરંતુ ભારત સામે જીતથી તેને ફાયદો થયો છે. ઇંગ્લેન્ડ ન્યૂઝીલેન્ડને પાછળ છોડતા ૧૦૫ અંક સાથે ચોથા સ્થાને પહોચી ગઇ છે. જો રૂટની ઇંગ્લેન્ડની ટીમ હવે દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાથી માત્ર એક અંક પાછળ છે. બન્ને ટીમના ૧૦૬ અંક છે. ન્યૂઝીલેન્ડના ૧૦૨ અંક છે જે આ ચાર ટીમો વચ્ચે હવે માત્ર પાંચ અંકનું અંતર છે.
વિરાટ કોહલી નંબર-૧ બેટ્સમેન
બેટ્સમેનોની વાત કરીએ તો ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી ૯૩૦ અંક સાથે નંબર-૧ છે. ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ ૯૨૯ અંક સાથે બીજા નંબર પર છે.જો રૂટ ૮૩૫ અંક સાથે ચોથા સ્થાને છે. ચેતેશ્વર પૂજારા ૭૭૨ અંક સાથે છઠ્ઠા નંબર પર છે.
એન્ડરસન નંબર-૧ બોલર
ઇંગ્લેન્ડનો જેમ્સ એન્ડરસન ૮૯૯ અંક સાથે નંબર-૧ બોલર છે. રવિન્દ્ર જાડેજા ૮૧૪ અંક સાથે ચોથા નંબર પર છે. જ્યારે આર.અશ્વિન ૭૬૯ અંક સાથે આઠમા સ્થાને છે.
જાડેજા નંબર-૨ ઓલ રાઉન્ડર
ઓલ રાઉન્ડરની વાત કરીએ તો બાંગ્લાદેશનો શાકિબ અલ હસન ૪૨૦ અંક સાથે નંબર વન ઓલ રાઉન્ડર છે. બીજા નંબર પર રવિન્દ્ર જાડેજા છે. જાડેજાના ૩૮૩ અંક છે. અશ્વિન ૪૩૪ અંક સાથે પાંચમા નંબર પર છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




