ઠાકોર સેના ૧૫ તારીખ ગાંધીનગરમાં મહાપંચાયત યોજશે

0
6

રૂપાણી સામે વધુ એક પડકાર,પાટીદારો બાદ ઠાકોર સેના આંદોલનના માર્ગે
ગાંધીનગર,તા.૬
ગુજરાતમાં પાટીદાર સમાજનું અનામક આંદોલન હાલમાં ચર્ચામાં છે. રાજ્યભરમાં પાટીદાર અનામતનો મામલો છવાયેલો છે. રૂપાણી સરકાર આ આંદોલનને નાથવા માટે મહેનત કરી રહી છે ત્યાં ઠાકોર સમાજનું એક નવું આંદોલન શરૂ થવાની સંભાવના છે. ઠાકોર સેના દ્વારા આગામી ૧૫ તારીખે ગાંધીનગરમાં મહાપંચાયત યોજાશે. ઠાકોર સેના દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી આગામી કાર્યક્રમોની રૂપરેખા આપવામાં આવી હતી. ગાંધીનગરમાં મહાપંચાયત બાદ ૧૭ તારીખે બહુચરાજીમાં બેરોજગાર મહાસભાનું આયોજન કરાયું છે. તો ૨૯ તારીખે અધિકાર યાત્રા યોજવાની જાહેરાત ઠાકોર સેનાએ કરી છે.
ઠાકોર સમાજે ૧૦ માગણીઓ મૂકી છે. ઠાકોર સમાજના છાત્રો માટે સુશિક્ષણ માટે આર્થિક પેકેજ જાહેર કરવાની માગણી કરાઈ છે. આજે આ બાબતે પ્રેસ કોન્ફરન્સ કરાઈ હતી. જેમાં એક નવા આંદોલનના ફણગા ફૂટ્યા છે. ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજનો દબદબો હોવાથી આ સ્થળેથી એક અધિકારયાત્રા નીકળી શકે છે. રૂપાણી સરકારની આગામી દિવસોમાં ઉંઘ હરામ થાય તેવી સંભાવના છે. પાટીદારોના ઉપવાસ આંદોલનને રાજ્યભરમાંથી ટેકો મળી રહ્યો છે. જે આંદોલનને ડામવા માટે સરકાર સફળ થઈ રહી નથી. આ દરમિયાન જ ઠાકોર સમાજના આંદોલનને પગલે રાજ્યમાં કાયદો અને વયવસ્થાની સ્થિતિ ડહોળાઈ શકે છે. અલ્પેશ ઠાકોરે અધિકારયાત્રાની શરૂઆત કરી છે. આમ ગુજરાતની ત્રણ ત્રિપુટીમાં ફક્ત જિગ્નેશ જ ચૂપ છે. મેવાણી પણ એસસી એસટી એક્ટના વિરોધમાં સવર્ણના આંદોલનથી તે ફરી સક્રિય થાય તેવી પણ શક્યતા છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY