સુપ્રીમ કોર્ટે યૌન ઉત્પીડન અને તેજાબ હુમલા અંગે મહત્વપૂર્ણ નિવેદન કર્યું
ન્યુ દિલ્હી,તા.૬
સુપ્રીમ કોર્ટે યૌન ઉત્પીડન અને તેજાબ હુમલાની પિડીતાઓ માટે વળતરની માગણી સાથે જોડાયેલી એક અરજી પર સુનાવણી કરતા જણાવ્યું છે કે જીવન અનમોલ છે અને કોઈપણ અદાલત તેની કિંમત આંકી શકે નહીં. જસ્ટિસ મદન બી. લોકુરની અધ્યક્ષતાવાળી ખંડપીઠને એક વકીલે નાલસાની વળતર યોજના બાબતે પુછયું હતું તેના જવાબમાં સુપ્રીમ કોર્ટની બેચ દ્વારા મહત્વપૂર્ણ ટીપ્પણી કરવામાં આવી હતી.
આ યોજના હેઠળ યૌન ઉત્પીડન અને તેજાબ હુમલાની પીડિતાઓને મહત્તમ પાંચ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે છે અને મૃત્યુ થવા પર તેના પરિવારજનોને દશ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે છે. આ ખંડપીઠમાં જસ્ટિસ એસ. અબ્દુલ નજીર અને જસ્ટિસ દીપક ગુપ્તા પણ સામેલ હતા.
તેજાબ હુમલા સાથે જોડાયેલા મુદ્દા પર અરજી દાખલ કરનાર વકીલે કહ્યું છે કે આવા પ્રકારની પીડિતા માટે વળતર એક ખાસ શ્રેણીના અપરાધ માટે નક્કી કરવું જોઈએ અને તે અલગ-અલગ હોવું જોઈએ નહીં. વકીલની દલીલ હતી કે જો કોઈ મહિલા સાથે બળાત્કાર થાય છે. તો નાલસા યોજનામાં ઉલ્લેખિત વળતરની રકમ અલગ-અલગ હોવી જોઈએ નહીં. આ યોજના હેઠળ વળતરની લઘુત્તમ રકમ ચાર લાખ રૂપિયા અને મહત્તમ રકમ સાત લાખ રૂપિયા નિર્ધારીત કરવામાં આવી છે. વકીલે કહ્યું હતુ કે બળાત્કાર, ગેંગરેપ અને મોતના મામલામાં વળતરને ટકાવારીમાં અલગ-અલગ કરી શકાય નહીં.
કોર્ટે આવા પ્રકારની પીડિતા માટે વળતરની રકમ નિશ્ચિત કરવી જોઈએ. તેમણે કહ્યું છે કે તેજાબ હુમલાની પીડિતાઓને આજેપણ નોકરી મળતી નથી અને તેમની સમસ્યાઓનો કોઈ ઉકેલ પણ મળતો નથી. સુપ્રીમ કોર્ટના આદેશ છતાં બજારમાં તેજાબનું વેચાણ બંધ થયું નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



