નજર ચૂકવી બે સોનાની વીંટી ચોરી બે સોનાની નકલી વીંટી મૂકી દીધી

0
62

શહેરના સૈજપુર બોઘા વિસ્તારમાં સાત વર્ષના પુત્રને લઈ આવેલ દંપત્તિની કરતૂત
અમદાવાદ,તા.૨૨
શહેરના સૈજપુર બોઘા વિસ્તારમાં આવેલ એક જ્વેલર્સની શોપમાં સાત વર્ષના પુત્રને લઇને આવેલ દંપતીએ બે સોનાની વીંટી ચોરી લીધી હોવાની ઘટના સામે આવી છે.
સોનાની વીંટી લેવા માટે દંપતી જવેલર્સની શોપમાં આવ્યું હતું, જ્યાં તેમણે નજર ચુકવીને બોક્સમાંથી બે સોનાની વીંટી ચોરી લીધી હતી અને તેની જગ્યાએ બે નકલી વીંટી મૂકી દીધી હતી. દંપતીએ નજર ચૂકવીને કરેલી ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ જતાં પોલીસ તપાસ શરૂ કરી છે.
નિકોલ વિસ્તારમાં આવેલ શિલ્પ રેસિડન્સીમાં રહેતા અને સૈજપુર બોઘા વિસ્તારમાં આવેલ જગદંબા જવેલર્સની શોપ ધરાવતા મનોજભાઇ સોનીએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં એક દંપતી અને તેના સાત વર્ષના પુત્ર વિરુદ્ધમાં ચોરીની ફરિયાદ કરી છે.
થોડાક દિવસ પહેલા એક દંપતી તેના સાત વર્ષના પુત્રને લઇને સોનાની વીંટી ખરીદવા માટે જગદંબા જ્વેલર્સ શોપમાં આવ્યા હતા. જ્વેલર્સ શોપની મહિલા કર્મચારી દંપતીને સોનાની વીંટી બતાવતી હતી ત્યારે તેમને એક વીંટી પસંદ કરી હતી.
મહિલા વીટીનું વજન કરવા માટે ગઇ તે સમયે દંપતીએ તમામની નજર ચૂકવીને બોક્સમાં પડેલી બે સોનાની વીંટી ચોરી લીધી હતી. શોપના કર્મચારીઓને શંકા જાય નહીં તે માટે તેમને બગસરાની બે વીંટી બોક્સમાં મૂકી દીધી હતી. દંપતી વીંટી ખરીદ્યા વગર જતું રહ્યું હતું.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY