રૂપાણી-જાડેજાના ઈશારે ડીસીપી રાઠોડ ગાળો આપી રહ્યા છે : હાર્દિક પટેલ

0
10

અમદાવાદ,તા.૧૧
૯ સપ્ટેમ્બરના રોજ પાસ કન્વીનર હાર્દિક પટેલ એસ.જી.વી.પી. હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ઉપવાસ છાવણીમાં પહોંચ્યો હતો. આ દરમિયાન હાર્દિકે ડીસીપી જયપાલસિંહ રાઠોડ પર જાનથી મારી નાંખવાની ધમકી આપવાનો આરોપ મૂક્યો હતો. ત્યાર બાદ આજે હાર્દિકે ટ્વીટ કરી ડીસીપી રાઠોડને નિશાન બનાવી સીધો આક્ષેપ કર્યો કે, મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રાઠોડને ગમે તે હદ સુધી જવાની છૂટ આપી છે. અમારા આંદોલનકારીઓને મા-બહેનની ગાળો આપવામાં આવી રહી છે. જેના કારણે રાઠોડ ઉપવાસ આંદોલન તોડવા અને રોકવાના પ્રયાસો કરી રહ્યા છે.
હાર્દિક પટેલે tweet કરી લખ્યું કે, ખેડૂતો અને સમાજ માટે લડી રહ્યા છીએ અને અમદાવાદ ડીસીપી રાઠોડ અમારા આંદોલનકારીઓને કહે છે કે, તું આતંકવાદી છે, આ ડીસીપી રાઠોડ ગુજરાતના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાના નજીકના છે. છેલ્લા ૧૮ દિવસોથી અમારી સાથે ગુનેગાર જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે. ડીસીપીએ અમારા લોકોને કહ્યું કે, આજે હરીશ રાવતજીને પણ ચેક કરીને અંદર મોકલીશું. ઉપવાસ છાવણી પર લોકોને આવતા રોકવા માટે ડીસીપી રાઠોડે તમામ હદો વટાવી દીધી છે. અમારા આંદોલનકારીઓને માં-બહેનની ગાળો આપવામાં આવી રહી છે. ખાખીની મર્યાદાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ડીસીપી રાઠોડને તમામ હદો વટાવવાની મંજુરી આપી છે. ઉપવાસ આંદોલનને તોડવા અને રોકવા માટે અમિત શાહના આદેશ પર ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ડીસીપી રાઠોડને મને મારવા અને મારા સાથીઓને ધમકાવવાનું કામ આપ્યું છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY