કાચા ઈંધણનો ભાવ ૮૦ ડોલર પ્રતિ બેરલ પહોંચશે : બારક્લેજ બેન્કનું અનુમાન

0
14

પેટ્રોલ-ડિઝલના ભાવ હજુ પણ વધે તો નવાઈ નહિ
વોશિંગ્ટન,તા.૧૧
પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં થતા વધારાને કેન્દ્ર સરકાર આંતરરાષ્ટ્રીય સ્તરે થઈ રહેલ ઉથલ પાથલને જવાબદાર ગણાવે છે. હજુ સુધી પેટ્રોલ કે ડીઝલના ભાવમાં કોઇ રાહતના સમાચાર મળ્યા નથી.એવામાં જો તમે એવું વિચારતા હો કે ઈંધણના ભાવ ઓછા થશે તો હાલ આવા કોઈ સમાચાર મળશે નહી. બારક્લેજ બેન્કે તેના અનુમાનમાં જણાવ્યુ છે કે કાચા ઈંધણનો ભાવ ૮૦ ડોલર પ્રતિ બેરલ પહોંચી જશે, આનો સીધો મતલબ છે કે પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં આવનારા દિવસોમાં ઘટાડો થશે નહી.
બારક્લેજે પોતાના રિપોર્ટમાં જણાવ્યુ છે કે ૨૦૧૭માં કાચા ઈંધણને લઈને ચીંતા સેવાઇ રહી હતી. તેની સપ્લાઈ સારી એવી થશે એવી આશા હતી, જોકે હાલ પરિસ્થિતિ બિલ્કુલ બદલાઇ ચુકી છે. ૨૦૨૦ સુધીમાં ઈંધણનો ભાવ ૫૫ ડોલર પ્રતિ બેરલ થઇ જાય તેવું અનુમાન છે.
અનુમાન મુજબ ૨૦૧૯માં ક્રૂડ ૭૯ ડાલર પ્રતિ બેરલ સ્તરે જઈ શકે છે. જેના કારણે પેટ્રોલ ડીઝલની કિંમતમાં રાહત મળશે નહી. બીએનપી પરિવાસ સાથે જોડાયેલી કંપની ઓઈલ સ્ટ્રેટજીક હૈરી ચિલિગ્યુરીયન રોયટર્સ સાથે વાતચીત થતા તેણે જણાવ્યુ કે ૨૦૧૯માં ઈંધણની સપ્લાઈ ઓછી થશે, ઈરાન પર યૂએસ દબાણ લાવી રહ્યું છે. વેનેજુએલામાં પ્રોડક્શન ઓછું થઇ રહ્યું છે. જેની અસર પડશે.
આંતરરાષ્ટ્રીય સ્તર પર ઈંધણની કિંમત વધી રહી છે, તો સરકારને કોઈ ઠોસ પગલુ ઉઠાવવાનું રહેશે. નહીતો ઓઇલની કિંમતને નાથવી મુશ્કેલ થશે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY