તિલકવાડા તા.પં ના તત્કાલિકન હિસાબી ક્લાર્કને 100 રૂપિયાની ઉચાપાત ભારે પડી,3 વર્ષની સજાનો હુકમ

0
45

તિલકવાડા તા.પંચાયતના હિસાબી ક્લાર્કને માત્ર 100 રૂપિયાના ઉચાપાત કેસમાં 3 વર્ષની સજા,10 હજાર દંડ.

તિલકવાડા તા.પં ના હિસાબી ક્લાર્કને રાજપીપળા નીચલી કોર્ટે આ કેસમાં 3 વર્ષની સજા ફટકારી હતી,બાદ એમના વકીલે એડી.સેસન્સ કોર્ટમાં અપીલ કરતા જજે આ સજા યથાવત રાખી.

રાજપીપળા:તિલકવાડા તાલુકા પંચાયતના હિસાબી ક્લાર્ક દ્વારા વર્ષ 1990માં બે શિક્ષકોના માત્ર 100 રૂપિિયા રીકરીંગ બચત ખાતામાં જમા કરાવ્યા હતા.આ મામલે એમની વિરુદ્ધ ટીડીઓએ ફરિયાદ આપી હતી.રાજપીપળા એડિશનલ સેસન્સ કોર્ટે એમને 3 વર્ષની સજા અને 10000 હજાર રૂપિયા દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે.

આ કેસની વિગત મુજબ તિલકવાડા તાલુકા પંચાયતના હિસાબી ક્લાર્ક અશોક જીવા પરમારે(રહે.ધાવટ,તા.કરજણ,જી.વડોદરા)વર્ષ 1990માં પોતાની ફરજ દરમિયાન પ્રાથમિક શાળાના બે શિક્ષકો પ્રજ્ઞાબેન અને હર્ષિલાબેનના રીકરીંગ ખાતાના 100-100 રૂપિયા જમા કરાવવાના હતા એની જગ્યાએ 50-50 રૂપિયા જમા કરાવ્યા હતા,બાકીના 100 રૂપિયા પોતાના અંગત કામ માટે વાપરી કુલ 100 રૂપિયાની ઉંચાપાત કરી હતી.આ મામલે જેતે સમયના ટીડીઓ આર.જી.ગામીતે એમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.આ કેસમાં અશોક પરમારને નીચલી કોર્ટે 3 વર્ષની સજા અને 10000 રૂપિયા દંડ ફટકારતો ચુકાદો આપ્યો હતો.

ત્યાર બાદ આરોપીના વકીલે રાજપીપળા એડિશનલ સેસન્સ કોર્ટમાં અપીલ કરી હતી.જે કેસ ચાલી જતા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ ગોહિલની દલીલોને ગ્રાહ્ય રાખી જજ એસ.પી.તામંગે 3 વર્ષની કેદ અને 10000 રૂપિયા દંડ ફટકારતો ચુકાદો આપ્યો હતો.આમ તિલકવાડા તા.પંચાયતના તત્કાલિન હિસાબી કલાર્કને માત્ર 100 રૂપિયાની ઉચાપાત ભારે પડી ગઈ હતી.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY