તિલકવાડા તાલુકાના એક ગામે 17 વર્ષીય સગીરા પર દુસ્કર્મ કરનાર યુવાન સામે ફરિયાદ 

0
42

તિલકવાડા પોલીસે યુવાનને મોરબી  વિસ્તારમાંથી ઝડપીપડ્યો, રિમાન્ડ ની તજવીજ હાથ ધરી

રાજપીપલા : નર્મદા જિલ્લામાં સગીર બાળકીઓ પર દુસ્કર્મ ની ફરિયાદ વધી રહી છે જેમાં તિલકવાડા વિસ્તારમાં 4 જેટલા બનાવો બન્યા છે, લગ્નની લાલચ આપી સગીર વયની કિશોરીઓને યુવાનો ભગાડી, અપહરણ કરી લઇ જઈ .ત્યારે આ ઘટનાઓ નર્મદા પોલીસના માથાનો દુખાવો પણ બની રહ્યો છે. પોલીસ ગુનો નોંધી હાલ તપાસ કરી રહી છે.

તિલકવાડા તાલુકા ગામની એક 17 વર્ષીય સગીરા પર અપહરણ અને દુષ્કર્મ કર્યા અંગેની ફરીયાાદ તીલકવાડાા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ પોલીસે છોટાઉદેપુર તાલુકાનાં ભંગીયાવાડ માં રહેતા જયેશ ભીલની ધરપકડ કરી દુષ્કર્મ અને પોક્સો એકટ હેઠળ જેલ હવાલે કર્યો છે.તીલકવાડા પોલીસનાં જણાવ્યા મુજબ ગત તા. 18 એપ્રીલે આ જયેશ ભીલે તીલકવાડા તાલુકાની એક 17 વર્ષીય સગીરાનું અપહરણ કરીને લઇ ગયો હતો અને બાદમાં સગીરાના પિતાએ અપહરણની ફરીયાદ નોંધાવી હતી, આ મુજબ પોલીસે તપાસ હાથ ધરી અને આ યુવાન અને ભોગ બનનારને મોરબી ખાતેથી એક પાણીની ફેકટરીમાંથી શોધી કાઢ્યા હતા.અને સગીરાનાં મેડીકલ ચેકઅપમાં સગીરા સાથે દુષ્કર્મ થયાનું ફલીત થતા ગઇકાલે પોલીસે દુષ્કર્મ અને પોક્સો એકટની કલમ મુજબ ગુનો દાખલ કરીને આરોપી જયેશને જેલ હવાલે કર્યો છે. અને કોર્ટમાં રજુ કરીને વધુ તપાસ માટે રીમાન્ડની માંગણી ની તજવીજ હાથ ધરી છે.

આ બાબતે સર્કલ પોલીસ ઇન્સ્પેકટર,કેવડીયા,આર.એન.રાઠવાએ જણાવ્યું હતું આ યુવાન સગીરાનું અપહરણ કરીને લઇ ગયો હતો જેમાં બંને ની તાપસ કરતા મોરબી ખાતે પાણીની ફેક્ટરી માં હતા. જેમને પોલીસે પકડી તિલકવાડા લાવી જ્યાં સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવ્યું ત્યારે દુસ્કર્મ થયાનું જણાયું જેથી આ યુવાન વિરુદ્ધ પોક્સો ની કલમ લગાવી તાપસ હાથ ધરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY