ન્યુ દિલ્હી,
તા.૮/૫/૨૦૧૮
રોહિણી કોર્ટના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એકતા ગાબાએ આમ આદમી પાર્ટીના (આપ) નેતા આશુતોષ વિરુદ્ધ દિલ્હી પોલીસને આઈપીસીની કલમ ૨૯૨-૨૯૩ હેઠળ કેસ દાખલ કરવા આદેશ કર્યો છે.
આશુતોષ પર એવો આરોપ છે કે તેમણે સપ્ટેમ્બર ૨૦૧૬માં દિલ્હી સરકારમાં તત્કાલિન સમાજ અને બાળ વિકાસ પ્રધાન સંદીપકુમારની સેક્સ સીડી બહાર આવ્યા બાદ મહાત્મા ગાંધી, પૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ અને અટલ બિહારી વાજપેયી સહિત અન્ય નેતાઓ સામે અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. આશુતોષે સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલ દિલ્હીના પૂર્વ પ્રધાન સંદીપકુમારના બચાવમાં સપ્ટેમ્બર ૨૦૧૬માં બ્લોગ લખ્યો હતો.
બેગમપુર નિવાસી યોગેન્દ્રએ એવો આરોપ મુક્્યો હતો કે ૨ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ આપ નેતા આશુતોષે પોતાના પ્રધાનના બચાવમાં મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, અટલ બિહારી વાજપેયી, રામ મનોહર લોહિયા, કસ્તૂરબા ગાંધી અને જ્યોર્જ ફર્નાન્ડઝ અંગે એક ઓપન લેટર લખ્યો હતો કે જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ નેતાઓના મહિલાઓ સાથે શારીરિક સંબંધો હતા અને તેઓ મહિલાઓ સાથે સહશયન કરતા હતા. આ પત્ર ફેસબુક અને ટ્વટર પર પણ પોસ્ટ કરવામાં આવ્યો હતો.
બંધારણના અનુચ્છેદ ૧૯ (૧)(એ) હેઠળ વાણી સ્વાતંત્ર મળે છે, પરંતુ અનુચ્છેદ ૧૯ (૨)માં એવું લખ્યું છે કે આપણા વાણી સ્વાતંત્રથી કોઈ વ્યક્ત, કોઈ રાજ્ય વગેરેની પ્રતિષ્ઠાને હાનિ પહોંચવી જાઈએ નહીં.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






