સુરેન્દ્રનગર જિલ્લામાં તાલુકા અને જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

0
448

સુરેન્દ્રનગર જિલ્લાના પ્રજાજનોનો તેમના પ્રશ્નો તથા ફરિયાદ સ્થાનિક કક્ષાએ હલ થાય તે માટે મુખ્યમંત્રી તરફથી તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ ફરિયાદ નિવારણ દિવસનું આયોજન કરવા નકકી કરેલ છે. જે અંતર્ગત જાન્યુઆરી માસમાં તા.૨૪-૫-૨૦૧૮ ના રોજ દરેક તાલુકા કક્ષાનો અને તા.૨૩/૧/૨૦૧૮ના રોજ જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાનાર છે.
આ ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત તારીખ ૧૦–૫–૨૦૧૮ ના રોજ સાંજના ૬-૦૦ કલાક સુધીમાં તાલુકા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટેના તાલુકા કક્ષાના પ્રશ્નો, ફરિયાદો, જે તે તાલુકાઓના મામલતદારોને પહોંચતા કરવા તથા જિલ્લા કક્ષાના પ્રશ્નો, ફરિયાદો સબંધિત ખાતા વિભાગોની સબંધકર્તા જિલ્લાકક્ષાની કચેરીના વડાને પહોંચતા કરવા સબંધકર્તા લોકોને જણાવવામાં આવે છે. અરજીમાં મથાળે માન. મુખ્યરમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમ લખવાનું રહેશે.
અરજદારે તેઓની અરજી/પ્રશ્નો બે નકલમાં મોકલવાના રહેશે. તારીખ વિત્યા પછીની કે અસંદિગ્ધ અને અસ્પષ્ટ રજુઆતવાળી એક કરતાં વધુ શાખાના પ્રશ્નો હોય તેવી, સુવાચ્ય ન હોય તેવી, નામ સરનામા વગરની કે વ્યક્તિગત આક્ષેપોવાળી તેમજ અરજદારનું હિત સંકળાયેલ ન હોય તેવી તથા કોર્ટ મેટર, આંતરીક તકરાર, સેવાને લગતી અરજી પર કોઈ કાર્યવાહી થઈ શકશે નહીં. સરકારી કર્મચારીઓના સેવા વિષયક બાબતને લગતા પ્રશ્નો અને કોર્ટ મેટર કે અપીલ/વિવાદ હેઠળના પ્રશ્નોનો કે બેકીંગ અંગેના પ્રશ્નો કે ભુકંપને લગતા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવશે નહીં. જેની અરજદારોને નોંધ લેવા નિવાસી અધિક કલેકટર ની એક યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી ( જી.સુરેન્દ્રનગર)
મો. ૯૮૨૫૫ ૯૧૩૬૬

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY