તિરૂપતી,તા.૨૩
તિરૂમાલા સ્થિત વેંકટેશ્વર મંદિરની તિજારી અને જુદી જુદી બેન્કમાં મળીને જે સોનું પડ્યું છે તેનો આંકડો જોઈને સૌ કોઈ ચોંકી જશે. મંદિરની તિજારીમાં અને બેન્કમાં મળીને કુલ ૯૨૫૯ કિલો સોનું પડ્યું છે. આ જાણકારી મંદિર સાથે જાડાયેલા એક ઉચ્ચ અધિકારીએ આપી હતી. દેશના સૌથી ધનવાન મંદિરની દેખરેખ કરતી સંસ્થા તિરુમાલા તિરૂપતી દેવસ્થાનમએ ગોલ્ડ ડિપોઝિટ સ્કીમ અંતર્ગત જયાં એસબીઆઈમાં ૫૩૮૭ કિલો સોનું જમા છે તો ઈન્ડિયન ઓવરસીઝ બેન્કમાં ૧૯૩૮ કિલો સોનું જમા છે.
મંદિર સંચાલન કરી રહેલી આ સંસ્થાના એક અધિકારી અનિલ કુમાર સિંઘલે કહ્યું હતું કે, તા. ૨૦ એપ્રિલના રોજ મંદિરની વર્ષગાંઠ પર ત્રણ વર્ષ પૂરા થતા પંજાબ નેશનલ બેન્કે ૧૩૮૧ કિલો સોનું મંદિરની તિજારીમાં પહોંચાડવાનું હતું. જે અંતર્ગત તિરૂમાલા તિરૂપતી દેવસ્થાન સમિતિની તિજારીમાં ૫૫૩ કિલો મિશ્રિત સોનું પણ છે. જેમાં દરેક નાનામાં નાના સોનાની ગણતરી કરવામાં આવી છે.
ચૂંટણી પંચ દ્વારા તમિલાનાડુંમાં ૧૩૮૧ કિલો સોનું પકડી પાડ્યા બાદ આ મુદ્દે આંધ્ર પ્રદેશ સરકાર દ્વાર તપાસના આદેશના એક દિવસ બાદ એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં સિંઘલે જણાવ્યું હતું કે, ટીટીડીની તિજારી સુધી સોનું પહોંચાડવાની જવાબદારી પંજાબ નેશનલ બેન્કની હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





