જીપીસીબી દ્વારા ગેરકાયદે વેસ્ટ નો નિકાલ કરતા ટેન્કરનું રજીસ્ટ્રેશન રદ કરવા નો હુકમ કરતા મચી ગયો ફફડાટ.

0
123

પ્રાપ્ત વિગત અનુસાર જીપીસીબી દ્વારા પર્યાવરણ સુરક્ષા સંબંધી વધુ એક કડક પગલું ભરતા પાનોલીની રાનસન કેમિકલ દ્વારા એચ.સી.એલ ભરી સુરત ખાતે ખાલી કરતાં ટેન્કર નંબર GJ 2 Z6341 કે પી એન્ટરપ્રાઇઝ ના ટેન્કર નું રજીસ્ટ્રેશન રદ કરવા બાબત હુકમ કરતા ગેરકાયદેસર પાણી અને વેસ્ટ નો નિકાલ કરતા તત્વોમાં ફફડાટ મચી જવા પામ્યો છે

જીપીસીબી દ્વારા વોટર પ્રિવેન્શન એકટ મુજબ ડાયરેક્શન આપી 33 A મુજબ મહેસાણા આરટીઓને ઉપરોક્ત ટેન્કરનું રજીસ્ટ્રેશન રદ કરવાના હુકમો કર્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે છાશવારે પકડાતાં આવા વેસ્ટ નિકાલ કરતા ટેન્કર ચાલકો અને માલિકો પર કાયદાનો કોરડો વીંઝતા ફફડાટ મચી ગયો હતો એમ પણ કહેવાય છે કે આવા પગલાં પહેલા લેવાની જરૂર હતી તો પણ ” દેર આયે દુરુસ્ત આયે”ની જેમ જીપીસીબીએ લીધેલ પગલાં આવકારદાયક છે

મનીષ રાણા

પર્યાવરણમિત્ર અંકલેશ્વર

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY