રાજપીપલા સરકારી હોસ્પિટલ ખાતે સર્વરોગ નિદાન  કેમ્પ યોજાયો

0
117

રાજપીપલા:
એસ્પાયરેશનલ ડિસ્ટ્રીક્ટ-નર્મદા અંતર્ગત સોમવારેરાજપીપલા મુખ્યમથકે સરકારી જનરલ હોસ્પિટલ ખાતે યોજાયેલી સર્વરોગ નિદાન-સારવાર શિબિરને જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાએ દિપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લી મુકી હતી. આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કે.એ. પટેલ, સિવિલ સર્જન ડૉ. સંગીતા પરીખ, અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિપુલ ગામિત, આર.એમ.ઓ. ડૉ. કોઠારી, ડૉ. દર્શનાબેન દેશમુખ સહિત જિલ્લાના હોસ્પિટલના અન્ય તબીબઓ વગેરે પણ ઉપસ્થિત રહ્યાં હતા.
  રાજપીપલા સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલ સર્વરોગ નિદાન અને સારવાર શિબિરમાં આંખ, કાન, નાક, ગળુ, સ્ત્રી રોગ, ચામડીના રોગ, માનસિક રોગ, ઓર્થોપેડીક, ફીઝીશીયન, જનરલ સર્જન વગેરે જેવા વિવિધ વિષય નિષ્ણાંત તબીબો દ્વારા દરદીઓની આરોગ્ય તપાસ કરવાની સાથે જરૂરી સારવાર પણ આપવામાં આવી હતી. આજે યોજાયેલી આ સર્વરોગ નિદાન શિબિરમાં અંદાજે ૭૫૯ જેટલા દરદીઓ આ શિબિરમાં ઉપસ્થિત રહીને તેનો લાભ લીધો હતો, જે પૈકી ૭૧૫ દરદીઓનો લેબોરેટરી ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો.

રિપોર્ટર-  નર્મદા.ભરત શાહ.મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY