ટેનિસ : વર્લ્ડ નંબર-૧ નાઓમી ઓસાકા કોચ બાજિનથી અલગ થઈ

0
35

ટોકિયો,તા.૧૨
વિશ્વની નંબર-૧ મહિલા ટેનિસ ખેલાડી જાપાનની નાઓમી ઓસાકા ઓસ્ટ્રેલિયન ઓપનમાં ચેમ્પિયન બન્યાના ૧૬ દિવસ બાદ પોતાના કોચ સાચા બાજિનથી અલગ થઈ ગઈ છે. ૨૧ વર્ષની ઓસાકાએ જર્મનીના બાઝિનના માર્ગદર્શનમાં માત્ર એક વર્ષની અંદર સતત બે ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીત્યા છે.
ઓસાકાએ ટ્‌વીટ કરીને કહ્યુ, હવે હું સાચાની સાથે વધુ કામ કરી શકીશ નહીં. તેમના કામ માટે હું આભાર માનું છું અને ભવિષ્ય માટે તેમને શુભકામનાઓ આપુ છું. સેરેના વિલિયમ્સ, કેરોલિન વોઝનિયાકી અને વિક્ટોરિયા એજારેન્કા જેવી સ્ટાર ખેલાડીઓની સાથે કામ કરી ચુકેલા બાજિનને ૨૦૧૮માં વર્ષના સર્વશ્રેષ્ઠ ડબલ્યુટીએ કોચ પસંદ કરવામાં આવ્યા હતા.
બાઝિનના માર્ગદર્શનમાં ઓસાસાએ વર્ષ ૨૦૧૮ની શરૂઆત વિશ્વ રેન્કિંગમાં ૭૨માં નંબરથી કરી હતી અને એક વર્ષ બાદ તે વિશ્વની નિંબર-૧ મહિલા ખેલાડી બની ગઈ છે. ઓસાકાએ કોચ બાઝિનથી અલગ થવાનું કોઈ કારણ જણાવ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY