મુંબઇ,તા.૧૨
આજે પણ રોકાણકારો દ્વારા ઉપલા મથાળેથી વેચવાલી ચાલું રહેતા શેર બજાર ગગડીને સેટલ થયા છે. સેન્સેકસ મંગળવારે ૨૪૦ અંક પટકાઈને ૩૬,૧૫૦ નજીક જ્યારે નિફ્ટી ૫૦ આંક ૫૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૦,૮૩૦ નજીક બંધ આવ્યા છે. આજે બેંકિંગ સેક્ટરમાં સતત વેચવાલીને પગલે બજાર પર દબાણ જાવા મળ્યું છે. બેંક નિફ્ટી સૂંચકાંક ૨૧૭ અંક ગગડીને ટોચની સપાટી ગુમાવી ૨૭,૦૦૦ની નજીક સેટલ થયો છે. જાકે મિડકેપ ઈન્ડેક્સની વાત કરીએ તો હળવી ખરીદદારીને પગલે સૂચકાંક ગ્રીન ઝોનમાં બંધ આવ્યો છે.
આજના ટોપ લૂઝર્સની વાત કરીએ તો ભારતી ઈન્ફ્રા, હીરો મોટો કોર્પ, એચડીએફસી, એસબીઆઈ અને ICICI બેંકના શેર સૌથી વધુ પટકાયા છે. જ્યારે ઝી એન્ટરટેઈન્ટમેન્ટ, જેએસડબ્લ્યુ સ્ટીલ , એનટીપીસી અને ઇશર મોટર્સમાં સૌથી વધુ તેજી જાવા મળી છે. ઉપરાંત બે દિવસના પુલબેક બાદ આ એડીએજી શેરોમાં ફરી વેચવાલી જાવા મળી છે. રિલાયન્સ કેપિટલના શેરમાં ટોચની સપાટીએથી ૨.૫ ટકાનો ઘટાડો નોંધાયો છે જ્યારે રિલાયન્સ ઈન્ફ્રામાં ૩.૭૫ ટકાનો ઘટાડો થયો છે. ઉપરાંત રિલાયન્સ પાવરનો શેર પણ ૩ ટકા ગગડ્યો જ્યારે રિલાયન્સ કોમ્યુનિકેશનના શેરમાં પણ આજે દબાણ જાવા મળ્યું છે.
આ સિવાય સીએનજી પર સબ્સિડી સમાપ્ત થવાની અટકળોના લીધે સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશનલ કંપનીઓના શેર ભાવમાં દબાણ જોવાયું છે. આઇજીએલ અને એમજીએલમાં ૪ ટકાનો ઘટાડો થયો છે. નોંધનીય છે કે સીએનજી ગ્રાહકોને બજાર ભાવ પર ગેસ આપવા ભલામણ કરવામાં આવી છે જ્યારે પીએનજી ગ્રાહકોને ડીબીટીના માધ્યમથી સબ્સિડીની ભલામણ કરવામાં આવી છે. નોમૂરાને પણ કંપનીઓ માટે નેગેટિવ ગણવામાં આવ્યું છે.
મંગળવારે ટ્રેડિંગ દિવસના અંતે બીએસઈના ૩૦ શેરવાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેકસ ૨૪૧.૧૧ અંક અથવા ૦.૬૬ ટકા ગગડીને ૩૬,૧૫૩.૬૨ પર બંધ આવ્યો જ્યારે એનએસઈના ૫૦ શેરવાળા ઈન્ડેક્સ નિફ્ટી ૫૭.૪૦ પોઈન્ટ અથવા ૦.૫૩ ટકા ઘટી ૧૦,૮૩૧.૪૦ના લેવલે બંધ આવ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



