ટોક્યો,તા.૯
યુસાકુ માએજાવા જેપનીસ અબજપતિ છે. એમણે હમણાં ૫ જાન્યુઆરીના રોજ એક ટ્વીટ કરેલી. આ ટ્વીટ એટલી બધી વખત રિટ્વીટ થઈ કે તેનો અનોખો વર્લ્ડ રેકોર્ડ સર્જાઈ ગયો. એ ટ્વીટ અધધધ ૪૯ લાખથી પણ વધુ વખત રિટ્વીટ થઈ. પ્લસ, તેને ૧૨ લાખથી વધુ લાઈક પણ મળી ચૂક્યા છે.
માએજાવાએ અગાઉ જાહેરાત કરેલી કે આ ટ્વીટને રિટ્વીટ કરીને તેને ફોલો કરનારામાંથી ૧૦૦ લકી વિજેતામાં ૧૦૦ મિલિયન યેન એટલે કે લગભગ ૬.૪ કરોડ રૂપિયાની રકમ ઈનામ તરીકે વહેંચી આપશે. આ ટ્વીટની સાથે એમણે ચંદ્રની સામે રોકેટ પર સવારી કરતી વ્યક્તિનું કેરિકેચર પણ મૂક્યુ હતું. એમના ટ્વિટર હેન્ડલ @yousuck૨૦૨૦ પર અત્યારે ૫૪ લાખથી પણ વધુ ફોલોઅર્સ આવી ચૂક્યા છે.
આ પહેલાં સૌથી વધુ રિટ્વીટ્સનો રેકોર્ડ અમેરિકાના કોલેજ સ્ટુડન્ટ કાર્ટર વિલ્કિન્સને બનાવ્યો હતો. વિલ્કિન્સને ૨૦૧૭માં એક ફાસ્ટફૂડ ચેઈનમાંથી એક વર્ષ માટે ફ્રી ચિકન નગેટ્સ મેળવવા માટે લોકોને પોતાની ટ્વીટને રિટ્વીટ કરવાની અપીલ કરી હતી. એની આ અપીલ એવી પ્રચંડ વાઈરલ થઈ કે લોકોએ એની ટ્વીટને ૩૫.૮ લાખ વખત રિટ્વીટ કરી. ઉપરાંત એને ૯ લાખ, ૯૦ હજાર લાઈક પણ મળ્યા હતા. રેસ્ટેરાંએ પણ એને એક વર્ષ માટે ફ્રી ચિકન નગેટ આપવા પડેલાં.
૨૦૧૪માં સ્ટેન્ડ અપ કોમેડિયન એલેન ડિજેનેરસે ઓસ્કર સેરિમની દરમિયાન લીધેલા સ્ટાર્સથી ભરચક સેલ્ફીએ પણ ૩૩ લાખ રિટ્વીટ મેળવ્યા હતા. તેમાં એક જ સેલ્ફીની અંદર મેરિલ સ્ટ્રેપ, જુલિયા રોબટ્ર્સ, બ્રેડ પિટ, એન્જેલિના જાલી જેવા સુપરસ્ટાર્સ હતા.
આભાર – નિહારીકા રવિયા
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





