ટોક્યો,તા.૪
નિસાન મોટર્સના પૂર્વ ચેરમેન કાર્લોસ ઘોસને જામીન મળ્યાના ૨૮ દિવસ બાદ તેમની ફરીથી ધરપકડ કરવામાં આવી છે. જાપાનના મિડિયાના જણાવ્યા પ્રમાણે, ગુરૂવારે સવારે તેમની ઘરેથી ધરપકડ કરવામાં આવી છે. તેમની પર ભરોસો તોડીને વાતાવરણ બગાડવાનો નવો આરોપ લાગ્યો છે.
ગત વર્ષે ૧૯ નવેમ્બર ૨૦૧૮ના રોજ થયેલી ધરપકડ બાદ તેમને ૬ માર્ચ ૨૦૧૯ના રોજ સશરત જામીન મળ્યા હતા. તે ૧૦૮ દિવસ જેલમાં રહ્યાં હતા. નવેમ્બરમાં તેમનીભ્રષ્ટાચાર, નિસાનના પૈસાનો વપરાશ પોતાના માટે અને આવક ઓછી દેખાડવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે ઘોસ તમામ આરોપોને ખોટા હોવાનું કહી રહ્યાં છે.
જાપાનના કાયદા મુજબ કોઈ પણ આરોપીની અલગ-અલગ આરોપ માટે એકથી વધુ વખત ધરપકડ કરવામાં આવી શકે છે. તેનાથી તપાસ કરનારને આરોપીની લાંબા સમય સુધી પુછપરછ કરવાની પરવાનગી મળે છે.
અમેરિકાના મિડિયાના જણાવ્યા પ્રમાણે બીજી વાર ધરપકડ બાદ ઘોસે તેને પ્રવકતા દ્વારા કહ્યુ છે હું નિર્દોષ છું અને હાર માનીશ નહિ. મારી વિરુદ્ધ લાગેલા આરોપ પાયાવિહોણા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




