ટોક્યો,તા.૮
૧ લીટર પાણીની બોટલ ખરીદવા માટે તમે મહત્તમ કેટલા રૂપિયા ખર્ચ કરી શકો છો? કદાચ તમારો જવાબ હશે ૨૦ રૂપિયા અને પછી ૫૦ રૂપિયા. પરંતુ આજે અમે તમને વિશ્વમાં ઉપલબ્ધ એવી પાણીની બોટલ વિશે જણાવવા જઇ રહ્યાં છીએ, જેની ૭૫૦ એમએલની બોટલ ખરીદવા માટે તમારે હજારોથી લઇને લાખો રૂપિયા ખર્ચ કરવા પડશે.
વિશ્વની જે સૌથી મોંઘી પાણીની બોટલ છે, તેને ખરીદવા માટે તમારે પૈસા ચૂકવવા પડશે, તેનાથી ઓછી કિંમતમાં તમે પ્રારંભિક કિંમતવાળી એક બીએમડબ્લ્યૂ અથવા પછી આૅડી ગાડી ખરીદી શકો છો. એકવા દિ ક્રિસ્ટૈલ્લો ટ્રિબુટો એ મોદિગ્લિના દુનિયાની સૌથી મોંઘી પાણીની બોટલ છે. તેની બોટલ આટલી મોંઘી કેમ છે. જેનું સૌથી મોટું કારણ છે કે પાણીમાં ૫ ગ્રામ સ્વર્ણ ભસ્મ મિલાવવામાં આવેલી છે. ૭૫૦ એમએલ પાણીની કિંમત ૪૦ લાખ રૂપિયા (૬૦ હજાર ડાલર) છે. આ બોટલ ૨૪ કેરેટ ગોલ્ડથી બનેલી છે. આ બોટલને ફર્નાન્ડો એલ્ટામિરાને ડિઝાઇન કરી છે. પાણીની બોટલ અનેક વર્ઝન જેવી, ગોલ્ડ, ગોલ્ડ મેટ્ટે, ક્રિસ્ટલ, સિલ્વર મેટ્ટે, સિલ્વરમાં તૈયાર છે.
જાપાનમાં વેચાતી કોના બ્રાન્ડની બોટલનું પાણી પીવાથી તમે પોતાના તણાવને ઘટાડી શકો છો. કંપનીનો દાવો છે કે તેમની બોટલમાં હવાઈ દ્વિપમાં મળતુ મીઠું પાણી છે. જેને પીવાથી માણસ પોતાનો વજન ઘટાડી શકે છે. આ સાથે જ તે પોતાની સ્કિનને ચમકાવી શકે છે. ૭૫૦ એમએલની એક બોટલ ખરીદવા માટે તમારે ૨૭ હજાર રૂપિયા (૪૦૨ ડાલર) ચૂકવવા પડશે.
શતરંજની ગેમ તમારામાંથી ઘણા લોકોએ રમી હશે. ફિલ્લકોની આ બોટલની ડિઝાઇન શતરંજમાં ઉપયોગ થતા રાજા-રાણી જેવી છે. ક્રિસ્ટલની બનાવેલી બોટલ પર ઢાંકણુ પણ કિંગના આકારનું બનાવેલુ છે. આ બોટલમાં પાણી પણ જાપાનના કોબે સ્થિત એક ઝરણામાંથી લેવામાં આવ્યું છે. આ ૭૫૦ એમએલ બોટલને ખરીદવા માટે તમારે ૧૫ હજાર રૂપિયા (૨૧૯ ડાલર) ખર્ચ કરવા પડશે.
અમેરિકાની કંપની બ્લિંગ એચટૂઓ પોતાની બોટલમાં પાણી ઈંગ્લિશ માઉન્ટેન ઝરણાથી ભરે છે. આ પાણીને શુદ્ધ કરવા માટે ૯ અલગ-અલગ પ્રકારની પ્રોસેસ હોય છે. આ કંપનીનું પાણી મોટા રેસ્ટોરન્ટ, સ્પા વગેરેમાં સપ્લાય થાય છે. આ બોટલનું ઢાંકણુ શેમ્પેન જેવુ છે. જાકે, એક બોટલ ખરીદવા માટે લોકોને ઓછામાં ઓછા ૨૭૦૦ રૂપિયા (૪૦ ડાલર ખર્ચ) કરવા પડશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



