તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા કારનો કચ્ચરઘાણ, ૩ ઈજાગ્રસ્ત

0
7

વલસાડ,તા.૬
વલસાડ જિલ્લામાં ગઇકાલે સાંજે વાવાઝોડા સાથે તોફાની વરસાદ વરસ્યો હતો. વાપી સહિત જિલ્લાના ઉમરગામ અને કપરાડા તાલુકામાં પણ તોફાની વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો અને વીજ થાંભલાઓ પડી જવાના બનાવ બન્યા હતા.
જાકે ઉમરગામના ઉમરગામ-સંજાણ રોડ પર પૂરઝડપે પસાર થતી એક કાર પર તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું હતું. જેને કારણે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને કારમાં સવાર ત્રણ લોકોને ઈજા પણ થઈ હતી.
આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. સીસીટીવીના દ્રશ્યો મુજબ રોડ પરથી અનેક વાહનો પુર ઝડપે પસાર થઇ રહ્યા છે. જાકે આ રોડ પરથી પસાર થતી એક કાર પર અચાનક એક ઝાડ તૂટી પડ્યું હતું.
આ ઘટનામાં કાર ઝાડ નીચે દબાઈ જાય છે. જાકે આ કારની આગળથી પસાર થતી એક રીક્ષાનો આબાદ બચાવ થાય છે. જા કે કારમાં સવાર ત્રણ લોકોને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
વલસાડ જિલ્લામાં વાવાઝોડા સાથે તોફાની વરસાદને કારણે અનેક જગ્યાએ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. જાકે ઉમરગામ રોડ પર બનેલી આ ઘટનાના સીસીટીવી દ્રશ્યોનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY